ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં ડભોઇ - દર્ભાવતિ નગરીમાં બ્રહમાકુમારીઝ દ્રારા શિવરાત્રિ મહોત્સવના ભાગરૂપે ૮૭ મી ત્રિમૂર્તિ શિવજયંતી કાર્યક્રમ યોજાયો - At This Time

ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં ડભોઇ – દર્ભાવતિ નગરીમાં બ્રહમાકુમારીઝ દ્રારા શિવરાત્રિ મહોત્સવના ભાગરૂપે ૮૭ મી ત્રિમૂર્તિ શિવજયંતી કાર્યક્રમ યોજાયો


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

ડભોઈ - દર્ભાવતિ નગરીમાં વર્ષોથી કાર્યરત બ્રહમા કુમારીઝ પરિવાર અને નગરના શીવભકતો દ્વારા ૮૭-મી ત્રિમૂર્તિ શિવજયંતી કાર્યક્રમ ખેતીવાડી બજાર સમિતિનાં મેદાનમાં યોજવામાં આવ્યો. જેમાં નગર અને તાલુકામાંથી શીવભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સ્વયં પરમપિતા પરમાત્મા શિવનું ભારતની પાવન ભૂમિ ઉપર ૧૯૩૭ માં પ્રજાપિતા બ્રહ્માના તનમાં થયેલ દિવ્ય અવતરણની યાદગારનું પર્વ એ આગામી મહાશિવરાત્રી ૮૭ મી ત્રિમૂર્તિ શિવજયંતી છે. તેના ઉપલક્ષમાં બ્રહ્માકુમારીઝ દ્વારા શિવ અવતરણથી સ્વર્ણિમ ભારતના વિષય સાથે સમગ્ર ગુજરાતમાં આવેલ બ્રહ્માકુમારીઝના તમામ સેવા કેન્દ્રો દ્વારા ૧૨-મી ફેબ્રુઆરી ૨૦૨૩ રવિવારે એક સાથો ભવ્ય લોન્ચીંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે અંતગર્ત ડભોઇ - દર્ભાવતિનગરીમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના મેદાનમાં બ્રહ્માકુમારી કેન્દ્ર દ્વારા ૮૭-મી ત્રિમૂર્તિ શિવજયંતી કાર્યક્રમ યોજાયો હતો.
આ ઉપરાંત શિવજયંતી મહોત્સવના ઉપરોકત તમામ શહેરોના લોન્ચીંગ પ્રોગ્રામના આકર્ષણોમાં ઝાંખીઓ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. પરમાત્માના દિવ્ય અવતરણનો સંદેશ જનજનને પહોંચાડવા તથા વર્તમાન કળીયુગ બાદ ભારત ભૂમિમાં સ્વર્ણિમ દુનિયાના થઈ રહેલ આગમનની ખુશખબર આપવા અને પરમાત્માના વર્તમાન સમયે ચાલી રહેલ દિવ્ય કર્તવ્યમાં સામેલ થવાનું નિમંત્રણ આપવાનું આ મહોત્સવનું લક્ષ અને ઉદેશ્ય છે. લાખો પેમ્ફલેટ દ્વારા ગલી ગલીમાં પરમપિતા શિવ પરમાત્માનો દિવ્ય સંદેશ આપવામાં આવ્યો. ગુજરાતના ૫૦૦ જેટલા નગરો શહેરો તથા ૫૦૦૦ થી વધુ ગામોમાં આ મહોત્સવ ઉજવાયો. ડભોઈ ખાતે જયોતિ દીદીના આર્શીવચન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને શિવ મહિમા સાથે ધ્વજારોહણનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આજનાં આ પ્રસંગે બ્રહમાકુમારીઝ પરિવાર ડભોઈ દ્રારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને સન્માનપાત્ર આપી તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરનાં શિવભક્તો સાથે વિવિધ સંપ્રદાયના સાધુ-સંતો, પ્રતિષ્ઠિત આગેવાનો, અને રાજકીય પક્ષોના પદાધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહયાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.