બોટાદ નગરપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણ ચિત્ર સ્પર્ધામાં શાળા નં.13 ચમકી - At This Time

બોટાદ નગરપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણ ચિત્ર સ્પર્ધામાં શાળા નં.13 ચમકી


બોટાદ નગરપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણ ચિત્ર સ્પર્ધામાં શાળા નં.13 ચમકી

બોટાદ નગરપાલિકા દ્વારા તાજેતરમાં શહેરની જૂની કન્યાશાળા અવેડા ગેટ ખાતે સ્વચ્છતા સર્વેક્ષણ ચિત્ર સ્પર્ધા નું સુંદર આયોજન કરવામાં આવેલ.જેમાં બોટાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળાઓનાં બાળકોએ વિશાળ સંખ્યામાં ભાગ લીધો હતો.
જેમાં ભૈરવાચોકની શ્રી સુભાષચંદ્ર બોઝ સરકારી શાળા નં.13ના ધોરણ-5ના વિદ્યાર્થી તેજસ રત્નાકર નાંગરએ ધો.3 થી 5ના વિભાગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું અને માલધારી સમાજનું ગૌરવ વધારેલ છે

Report By Nikunj Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.