દેશમાં કોરોનાના નવા ૮૮૧૩ કેસ ઃ વધુ ૨૯ લોકોનાં મોત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/new-8813-corona-cases-in-india/" left="-10"]

દેશમાં કોરોનાના નવા ૮૮૧૩ કેસ ઃ વધુ ૨૯ લોકોનાં મોત


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧૬દેશમાં કોરોનાના નવા ૮૮૧૩ કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે જ
દેશંમાં કોરોનાાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૪૨,૭૭,૧૯૪ થઇ ગઇ છે.
જ્યારે દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૧,૧૧,૨૫૨ થઇ ગઇ છે તેમ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૯ મોત નોંધવામાં આવતા કોરોનાનો કુલ
મૃત્યુઆંક વધીને ૫,૨૭,૦૯૮ થઇ ગયો છે.
છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના એક્ટિવ કેસોમાં ૬૨૫૬નો ઘટાડો નોંધવામાં આવ્યો છે.
દૈનિક પોઝિટીવ રેટ ૪.૧૫ ટકા જ્યારે સાપ્તાહિક પોઝિટીવ રેટ ૪.૭૯ ટકા નોંધવામાં
આવ્યો છે. દેશમાં કોરોના વેક્સિનના કુલ ૨૦૮.૩૧ કરોડ ડોઝ આપવામાં આવ્યા
છે. છેલ્લા ૨૪ કલાકમાં દિલ્હીમાં આઠ,
પંજાબમાં છ, ગુજરાત, જમ્મુ અને
કાશ્મીર, ઉત્તર
પ્રદેશમાં બે-બે, આસામ, છત્તીસગઢ, ગોવા, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, ઓડિશા, સિક્કિમ અને
ત્રિપુરામાં એક-એક મોત નોંધવામાં આવ્યું છે. ૧૫ ઓગસ્ટ સુધીમાં માત્ર ૧૭ ટકા લોકોએ જ બૂસ્ટર ડોઝ લીધો
હોવાથી કેન્દ્રે બૂસ્ટર ડોઝનું વેક્સિનનેશન વધારવા રાજ્યોને સૂચના આપી છે. આ માટે
રેલવે સ્ટેશન, એરપોર્ટ
અને ધાર્મિક સ્થળોએ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે 

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]