આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે જિલ્લાસમાહર્તાશ્રી દ્રારા વિશિષ્ટ સિધ્ધિ હાંસલ દિકરીઓને સન્માનીત કરાઇ - At This Time

આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે જિલ્લાસમાહર્તાશ્રી દ્રારા વિશિષ્ટ સિધ્ધિ હાંસલ દિકરીઓને સન્માનીત કરાઇ


આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે જિલ્લાસમાહર્તાશ્રી દ્રારા વિશિષ્ટ સિધ્ધિ હાંસલ દિકરીઓને સન્માનીત કરાઇ

આઝાદી અમૃત મહોત્સવ વર્ષના આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે સાબરકાંઠા જિલ્લા સમાહર્તાશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં જિલ્લાની ૧૮ વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરેલી દિકરીઓને સન્માનીત કરવામાં આવી હતી. 

   આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગર ખાતેથી થઈ હતી.  જેમાં મંત્રીશ્રી દ્રારા વરચ્યુઅલ માધ્યમથી જુદા-જુદા જિલ્લાની દિકરીઓ સાથે સંવાદ સાંધી તેમને માર્ગદર્શન આપ્યું હતું. પરિસંવાદમાં વર્ચ્યુઅલી ભાગ લઇ રહેલી દીકરીઓએ મહિલાઓના શિક્ષણ, આરોગ્ય-પોષણ, સલામતી-સુરક્ષા વગેરે જેવી બાબતો અંગે મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલે સંવાદ કરીને તેમને મૂંઝવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપ્યું હતું.

   ગાંધીનગર ખાતેથી “કિશોરી કુશળ બનો” થીમ આધારિત નર્મદા અને દાહોદ જિલ્લાના ૧૪ જેટલાં તાલુકાઓ ખાતે “સેફ સ્પેસ એન્ડ એડોલેસેન્ટ રિસોર્સ સેન્ટર્સ” નું ઇ-લોન્ચીંગ તેમજ ૨૨ જિલ્લાઓમાં સખી મેળાઓનું ઇ-લોન્ચીંગ કરાયુ હતું.

     આ પ્રસંગે મહિલા બાળ વિકાસ અધિકારીશ્રી દિપેન પંડ્યા, દહેજ પ્રતિબંધક અધિકારી સુશ્રી મેઘાબેન, યુનિસેફના શ્રી પુરોહિત તેમજ વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરેલી દિકરીઓ ઉપસ્થિત રહી હતી.

 

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.