મેંદરડા પીજીવીસીએલ કચેરીનું વિભાજન કરવા બાબતે ઉચ્ચ કક્ષાએ ધારદાર રજૂઆત કરવામાં આવેલ તાલુકા ભાજપ પ્રમુખ વિજયભાઈ પાનસુરીયા અને ભારતીય કિસાન સંઘના પ્રતિનિધિ દ્વારા લેખિત રજૂઆત કરાય - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qahzo9vwtlu7mths/" left="-10"]

મેંદરડા પીજીવીસીએલ કચેરીનું વિભાજન કરવા બાબતે ઉચ્ચ કક્ષાએ ધારદાર રજૂઆત કરવામાં આવેલ તાલુકા ભાજપ પ્રમુખ વિજયભાઈ પાનસુરીયા અને ભારતીય કિસાન સંઘના પ્રતિનિધિ દ્વારા લેખિત રજૂઆત કરાય


મેંદરડા પીજીવીસીએલ કચેરીનું વિભાજન કરવા બાબતે ઉચ્ચ કક્ષાએ ધારદાર રજૂઆત કરાય
મેંદરડા શહેર સહિત તાલુકા ભરના ખેડૂતો વેપારીઓ સહિતના અનેક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
વર્ષો જૂની લોક માગણી હોવા છતાં તંત્ર પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં સંપૂર્ણ નિષ્ફળ ?
ઉપરોક્ત બાબતે વિગત મુજબ મેંદરડા પીજીવીસીએલ કચેરીનું વિભાવજન કરવા બાબતે અનેક રજૂઆતો કરાઈ હોવા છતાં નિરાકરણ આવેલ નથી જે બાબતે હાલ ચૂંટણીના માહોલમાં પડઘમની શરૂઆત થઈ રહેલ છે ત્યારે મેંદરડા તાલુકા ભાજપના પ્રમુખ વિજય પાનસુરીયા અને ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રતિનિધિ દ્વારા તાજેતરમાં મેંદરડા પીજીવીસીએલ કચેરીનું વિભાજન કરવા લેખિત રજૂઆત કરાય છે જેમાં પેટ્રો કેમિકલ્સ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ,ભારતીય કિસાન સંઘ ગાંધીનગર,મુખ્ય ઇજનેર કોર્પોરેટ કચેરી રાજકોટ, પીજીવીસીએલ વર્તુળ કચેરી જુનાગઢ,કાર્યપાલક ઇજનેર મેંદરડા સહિતનાઓને લેખિત રજૂઆત કરાય છે જેમાં જણાવવામાં આવેલ છે કેઆ વિસ્તારની પીજીવીસીએલ કચેરી હેઠળ મેંદરડા ગ્રામ્ય સહિત ૪૭ ગામડાઓનો સમાવેશ થાય છે જેમાં ગ્રાહકોની સંખ્યા ૩૦,૦૦૦ (ત્રીસ હજાર) કરતા પણ વધારે નોંધાયેલ છે અને મેંદરડા ઓફિસ હેઠળ અંદાજિત ૫૫થી ૬૦ જેટલા ફીડરો આવેલા છે તેમજ ૧૧ જેટલા ૬૬ કેવી સબ સ્ટેશન, અંદાજિત ૮૦૦૦ (આઠ હજાર) ટ્રાન્સફોર્મ,૧૪૦૦, કી.મી એચ.ડી.લાઈન,૧૦૦૦ કી.મી એલ.ટી.લાઈન નો સમાવેશ થાય છે તેમજ વધુમાં મેંદરડા કચેરી હદનો વિસ્તાર ૫૦૦ કી.મી કરતાં પણ વધારે હોય જેથી કચેરીની કામગીરીના પ્રમાણમાં સ્ટાફ તથા વાહનો પૂરતા પ્રમાણમાં ન હોય અને વિસ્તારના પ્રમાણમાં કચેરીની કામગીરી ખૂબ મોટા પ્રમાણમાં રહેતી હોય જેથી મેંદરડા તાલુકામાં બીજા ત્રણ ગામો એટલે કે સોમનાથ જીલ્લો બન્યા બાદ તાલાલા તાલુકાના સાસણ,હરીપુર,ભાલછેલ સહિતના ગામોને મેંદરડા તાલુકા હેઠળ સમાવેશ કરવામાં આવશે તો તેના પણ વીજ ગ્રાહકો સદર નવા વિભાગમાં ઉમેરવાના હોય છે જેથી ગ્રાહકો ટ્રાન્સફોર્મની સંખ્યા તેમજ ભારે દબાણ અને હળવા દબાણની વીજ લાઈનોમાં વધારો થયેલ હોય ખેડૂતોને સૌથી વધુ પ્રમાણમાં વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહેતો હોય છે જેથી મેંદરડા કચેરીનું વિભાજન કરી એકમાંથી બે ઓફિસ કાર્યરત કરવા માંગણી કરવામાં આવેલ છે વર્ષો જૂની માંગણીની અનેક વખત રજૂઆતો કરવામાં આવેલ હોય આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં તંત્ર સંપૂર્ણ નિષ્ફળ ગયેલ હોય ત્યારે પ્રજાલક્ષી નિર્ણયો કરવામાં આવે તેવી ધારદાર રજૂઆતો કરાય છે
રીપોર્ટીંગ -કમલેશ મહેતા મેંદરડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]