તડકામાં બહાર નીકળો ત્યારે આ વાતનું ધ્યાન રાખશો તો તબિયત નહીં બગડે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nabt2udawpwyjjrw/" left="-10"]

તડકામાં બહાર નીકળો ત્યારે આ વાતનું ધ્યાન રાખશો તો તબિયત નહીં બગડે


તડકામાં બહાર નીકળો ત્યારે આ વાતનું ધ્યાન રાખશો તો તબિયત નહીં બગડે

બહાર થાય ગત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તબિયત બગડી શકે છે. હવે ધીમે ધીમે ગરમી વધતી જાય છે ત્યારે ઘરની બહાર નીકળતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ સીઝનમાં તમે સ્વાસ્થ્યનું ધ્યાન ન રાખો ખો તો તો તડકાના કારણે સ્કિન અને વાળની સાથે હેલ્થને પણ નુકસાન થાય છે. સાથે જ લૂ લાગવાનું અને ડીહાઇડ્રેશનનું જોખમ પણ વધી જાય છે. હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર ઉનાળામાં આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ કે જે શરીરને અંદરથી ઠંડક આપે અને સાથે જ શરીરને લૂથી થતા નુકસાનથી બચાવે. ગરમીમાં બોડી હાઇડ્રેટ રહે તે તે જરૂરી છે. . તેથી દિવસ દરમિયાન શક્ય હોય તેટલું વધારે પાણી પીતા રહેવું. પાણીની સાથે તમે લીંબુ પાણી કે આમ પન્ના પીને પણ શરીરને ઠંડું રાખી શકો છો. આ ઉપરાંત ઉનાળા દરમિયાન આહારમાં સૌથી મોટો ફેરફાર એ કરવાનો હોય છે કે મસાલેદાર અને વધારે તેલવાળું ખાવાથી બચવું. ગરમીમાં વધારે તેલ-મસાલાવાળું ભોજન તમને બીમાર કરી શકે છે. ઘરેથી જ્યારે પણ નીકળો ત્યારે પાણીની બોટલ સાથે રાખવી. તડકાથી બચવા માટે ચશ્માં, છત્રી કે સ્કાર્ફનો ઉપયોગ કરવો. આ સિવાય ડુંગળી કાપીને કપડામાં બાંધી સાથે રાખવાથી પણ લૂ નહીં લાગે. ઉનાળામાં કાચી ડુંગળી ભોજન સાથે ખાવાનું પણ રાખવું જોઈએ. કાચી ડુંગળી ખાવાથી ઉનાળામાં પેટ હેલ્ધી રહે છે અને સાથે જ લૂ પણ નથી લાગતી. ઉનાળામાં ભૂખ્યા પેટે ક્યાંય પણ જવાની ભૂલ ન કરવી. ખાલી પેટ રહેવાથી તબિયત બગડી શકે છે. ખાલી પેટે તડકામાં ફરવાથી ચક્કર આવવા અને એસિડિટી જેવી સમસ્યા થઈ શકે છે. તેથી ઘરેથી નીકળતા પહેલાં કમસે કમ હળવો નાસ્તો કરી લેવો


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]