10 વર્ષ થી છૂપાતો ફરતો આરોપી ઝડપાયો - At This Time

10 વર્ષ થી છૂપાતો ફરતો આરોપી ઝડપાયો


વિજયનગર પોલીસ સ્ટેશન માં અપહરણના ગુના માં ફરાર ગુનેગાર વિજયનગર અને રાજસ્થાન ની પહાડા પોલીસ દ્વારા રાણી બોર્ડર પર થી ઝડપ્યો હતો. વિજયનગર ના પીએસઆઈ યશવંતભાઇ બારોટના જણાવ્યા પ્રમાણે સ્ટાફ બુધવારે રાજસ્થાનના પહાડા પોલીસ મથકના એસએચઓ ગણપતસિંહ તથા સ્ટાફ સાથે રાણી બોર્ડર પર વાહન ચેકિંગમાં હતા તે સમયે બાતમી મળી હતી કે વર્ષ 2014માં વિજયનગર પોલીસ સ્ટેશન અપહરણના ગુનામાં સંડોવાયેલા નેલાઉનો ફરાર આરોપી નાનજી એટલે કે નોકાજી ગાલાજી સોલંકી ભોગ બનનાર સાથે અમદાવાદથી નીકળી ઈડરથી ઈકોમાં રાજસ્થાન જવા નીકળ્યો છે. બાતમી અનુસાર વિજયનગર અને રાજસ્થાનના પહાડા પોલીસ સ્ટાફે રાણી બોર્ડર પર ઇકો માં આવતાં આરોપી નાનજી એટલે કે નોકાજી ગાલાજી સોલંકી ભોગ બનનાર સાથે ગાડીમાં બેઠેલો જોવા મળતાં પોલીસે ઝડપી લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.