વિધાનસભા બેઠક માટે બે દિગ્ગજ નેતા ખાતુભાઇ પગી અને MLA જેઠાભાઈ ભરવાડ આમને સામને - At This Time

વિધાનસભા બેઠક માટે બે દિગ્ગજ નેતા ખાતુભાઇ પગી અને MLA જેઠાભાઈ ભરવાડ આમને સામને


*ટીકીટ કોણે મળશે ભાજપના નિર્ણય પર*

*શહેરા વિધાનસભા બેઠક માટે*

ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ અને ક્ષત્રિય અગ્રણી ખાતુભાઈ પગી, સહિત 12 જેટલા દાવેદારો ટીકિટ માટે મેદાનમાં,

શહેરા,
પંચમહાલ જીલ્લાની પાંચ વિધાનસભા પૈકી શહેરા વિધાનસભાની બેઠક માટે ગોધરા પાસેના ગદુકપુર ખાતે આવેલા કમલમ કાર્યાલય ખાતે ચુટણી નિરિક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રકિયા હાથ ધરવામા આવી હતી.જેમા શહેરા વિધાનસભામાંથી 12 જેટલા દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાઈ છે. દાવેદારોમાં શહેરાના હાલના સિટીંગ ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ દ્વારા પણ દાવેદારી નોધાવી છે.શહેરા તાલુકાના ક્ષત્રિય સમાજના અગ્રણી અને જીલ્લા પંચાયતના માજી ઉપપ્રમુખ ખાતુભાઈ પગી દ્વારા પણ દાવેદારી નોધાવા પામી હતી.દાવેદારો સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો કમલમ કાર્યાલય ખાતે હાજર રહ્યા હતા.
પંચમહાલ જીલ્લામાં આવેલી શહેરા,ગોધરા, કાલોલ,હાલોલ, મોરવા હડફની પાંચ વિધાનસભા માટે ઉમેદવારો નક્કી કરવા માટેની બે દિવસીય સેન્સ પ્રકિયા સમાપ્ત થઈ હતી. જેમા ચુંટણી નિરિક્ષકોની હાજરીમાં સેન્સ પ્રકિયા લેવામા આવી હતી,જેમા વિધાનસભામાં ચુટણી લડવાની ઈચ્છતા દાવેદારોએ સેન્સ નોધાવી હતી. શહેરા વિધાનસભાની બેઠક માટે 12 જેટલા ઉમેદવારો દ્વારા દાવેદારી નોધાવી છે. જેમા શહેરા વિધાનસભા બેઠક માટે હાલના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા પણ દાવેદારી નોધાવી હતી, જેઠાભાઈ ભરવાડની સાથે મોટી સંખ્યામા તેમના સમર્થકો પણ ઉમટી પડ્યા હતા.જેઠાભાઈ ભરવાડે મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે ભારતીય જનતા પાર્ટી જેને પણ ટીકીટ આપે તેને પહોચાડવાની અમારી તૈયારી છે.પાર્ટી તક આપશે તો શહેરા તાલુકાની જનતાની સેવા કરીશુ.પાર્ટીનો નિર્ણય શિરોમાન્ય રહેશે.જીલ્લા પંચાયતના માજી ઉપપ્રમુખ ખાતુભાઈ પગીએ પણ ઉમેદવાર તરીકે દાવેદારી નોધાવી છે.ક્ષત્રિય સમાજના અગ્રણી ખાતુભાઈ પગી પોતાના સમર્થકો સાથે કમલમ ખાતે આવ્યા હતા.તેમને પણ પોતાના દાવેદારી નોધાવી હતી. ખાતુભાઈ પગીએ જણાવ્યુ કે 1984થી અમે ભાજપમા છે,અમે ભાજપમાં માટે કામ કર્યુ છે.મને નરેન્દ્ર મોદી અને અમિતશાહ સાહેબ પર વિશ્વાસ છે.ક્ષત્રિય સમાજના અગ્રણી અનોપસિંહ સોલંકીએ જણાવ્યુ હતુ ખાતુભાઈની આગેવાની હેઠળ અમે ટીકીટની માંગણી કરી છે.ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજ પણ અમારી સાથે રહીનુ સમર્થન કર્યુ છે, અમને ટીકીટ આપશે એવો અમને વિશ્વાસ છે. અને જો ટીકીટ નહી આપે તો શહેરામાં ભાજપનું કમળ મુરજાઈ જશે.આમ શહેરા વિધાનસભા બેઠક માટે 12 જેટલા દાવેદારોએ પોતાની દાવેદારી નોધાવી છે.શહેરા વિધાનસભા બેઠક માટે પણ બે દિગ્ગજ નેતાઓએ પોતાની દાવેદારી નોધાતા હવે શહેરા વિધાનસભાની 2022ની ચુંટણી ભારે રસાકસીવાળી બની રહશે.

રિપોર્ટર વિનોદ પગી શહેરા પંચમહાલ
મો,8140210077


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.