બરવાળા તાલુકાના કુંડળ ખાતે નવા નિમાયેલા 50 હોમગાર્ડ કમાન્ડોની તાલિમ શરૂ કરાઈ, જીલ્લા કમાન્ડન્ટની દેખરેખ હેઠળ ટ્રેઈનિંગ શરૂ કરાઈ. - At This Time

બરવાળા તાલુકાના કુંડળ ખાતે નવા નિમાયેલા 50 હોમગાર્ડ કમાન્ડોની તાલિમ શરૂ કરાઈ, જીલ્લા કમાન્ડન્ટની દેખરેખ હેઠળ ટ્રેઈનિંગ શરૂ કરાઈ.


બરવાળા તાલુકાના કુંડળ ખાતે આવેલ સ્વામીનારાયણ મંદિરના પરિસરમાં બરવાળા તાલુકામાં નવા નિમણૂંક કરાયેલા 50 હોમગાર્ડ જવાનોની તાલીમ શરૂ કરવામાં આવી છે જેમાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ યોગેશભાઈ મહેતાની વિશેષ ઉપસ્થિત અને દેખરેખ હેઠળ આ ટ્રેઈનિંગ શરૂ કરાઈ છે જેમાં રિક્રુટ પરેડ તાલીમ આપવામાં આવી રહી છે આ તાલીમ બરવાળા હોમગાર્ડ યુનિટના જવાનો કિરણભાઈ સોલંકી તેમજ કેતનભાઈ બેલમ તેમજ જયેશભાઈ કોતરવાડીયા સહિતના બરવાળા યુનિટના જવાનો દ્વારા તાલિમ આપવામાં આવી રહી છે આ તાલીમ વર્ગ માં નવા નિમણૂંક કરાયેલા બરવાળા હોમગાર્ડ યુનિટના 50 જવાનો સંપૂર્ણ તાલીમ મેળવી રહ્યા છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.