માધાપર ચોકડી પાસે માતા પુત્રી પર પડોસીનો લાકડીથી હુમલો - At This Time

માધાપર ચોકડી પાસે માતા પુત્રી પર પડોસીનો લાકડીથી હુમલો


માધાપર ચોકડી પાસે ઝઘડી રહેલા દંપતીને છોડાવવા ગયેલ પડોસીઓએ માતા- પુત્રી પર લાકડીથી હુમલો કર્યો હતો.પ્રાપ્ત વિગત અનુસાર, માધાપર ચોકડી પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતાં તેજલબેન અરજણભાઈ સોલંકી (ઉ.વ.28) ગઈકાલે તેનો પતિ તેની સાથે ઝઘડો કરતો હતો ત્યારે તેની વચ્ચે પડેલા પડોશી ગોવિંદ અને અજાણ્યાં શખસોએ તેજલબેન અને તેની પુત્રી જયા (ઉ.વ.14) સાથે ઝઘડો કરી લાકડીથી ફટકાર્યા હતાં. બનાવમાં માતા-પુત્રીને ઇજા પહોંચતા સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત મહિલાના પતિ મૂર્તિ વેચવાનું કામ કરે છે. પોલીસે વધું તપાસ હાથ ધરી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.