બાલાસિનોરના હોમગાર્ડના જવાનો દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી - At This Time

બાલાસિનોરના હોમગાર્ડના જવાનો દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી


આ કાર્યક્રમ અંતર્ગત બાલાસિનોર એસટી ડેપો ખાતે મુસાફરોને તમામ જાહેર જગ્યાઓને સ્વચ્છતા રાખવા અપિલ કરી

બાલાસિનોર બસ સ્ટેન્ડ ખાતે હોમ ગાર્ડ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે બાલાસિનોર ના વિવધ માર્ગો પર પરેડ કરી ડેપો ખાતે પોહંચી પેસેન્જરો ને બસ સ્ટેન્ડ સ્વચ્છ રાખવા માટે સુત્રોચાર કરેલ હતા. જેમાં હોમ ગાર્ડ ના જવાનો એ બાલાસિનોર બસ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહી આવતા જતા મુસાફરો તથા બાલાસિનોર બસ સ્ટેશનમાં ફરજ બજાવતા સમગ્ર સ્ટાફને અપીલ કરી જણાવ્યું હતું કે આપણે બધા એ હળી મળી બસ સ્ટેશનમાં કે અન્ય જાહેર કોઈપણ જગ્યા પર કચરો ના ફેંકવો જોઈએ. અને ગંદકી ન કરવી જોઈએ. તથા અને તમામ જાહેર જગ્યાઓ પર અને જાહેર સ્થળો પર સ્વચ્છતા રાખવી જોઈએ.
જેમાં અવે થી બધી જગ્યા પર આપણે બધા સ્વચ્છતા રાખીશું તો બધા સહયોગ આપો અને અપાવો તેવી મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં હોમગાર્ડ જવાનો એ સારો સંદેશ આપી પહેલ કરી હતી.
આ કાર્યકમમાં બાલાસિનોર તાલુકાના હોમગાર્ડ જવાનો કમાંડર શ્રી. રણજીતસિંહ તથા હોમગાર્ડ ના જવાનો અને બાલાસિનોર એસટી ડેપો ના ડેપો મેનેજર શ્રી અને સ્ટાફ મિત્રો તથા આવતા જતા મુસાફરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.