પરંપરાગત આદિવાસી હસ્તકલા-કૃતિ, આહાર,વનૌષધિય વેચાણ અને પ્રદર્શન મેળામાં વાંસકલા કારિગરી પ્રસ્તુત કરતા વજીરભાઇ કોટવાળીયા. - At This Time

પરંપરાગત આદિવાસી હસ્તકલા-કૃતિ, આહાર,વનૌષધિય વેચાણ અને પ્રદર્શન મેળામાં વાંસકલા કારિગરી પ્રસ્તુત કરતા વજીરભાઇ કોટવાળીયા.


બ્રિજેશકુમાર પટેલ - ભરૂચ જિલ્લા,
બ્યુરો ચીફ, એટ ધીસ ટાઇમ

આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય અને ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી, બિરસા મુંડા ભવન, ગાંધીનગર દ્વારા આયોજિત ભગવાન બિરસા મુંડાની ૧૪૮મી જન્મજયંતિ, ૧૫ નવેમ્બર “જનજાતિય ગૌરવ દિવસ” નિમિત્તે પરંપરાગત આદિવાસી હસ્તકલા-કૃતિ, આહાર, વનૌષધિય વેચાણ અને પ્રદર્શન મેળો અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે યોજાનાર છે. જેમાં ગુજરાતમાં વસવાટ કરતા ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામના આદિમજુથમાં સમાવિષ્ટ કોટવાળીયા સમાજના લોકો વાંસની વિવિધ કલાકૃતિ બનાવવામાં નિપુણતા ધરાવે છે. અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને વોકલ ફોર લોકલનું મંત્ર સાકાર કરી રહ્યા છે. હાથાકુંડી ગામના એવા જ એક કલા કસબીના વાંસ કારીગર વજીરભાઇ કોટવાળીયા પોતાના સમાજની વાંસ કળાને જીવંત રાખવા અને વિકસાવવા માટે પ્રયત્નશીલ છે. અને તેઓ સમાજના લોકોને વિનામૂલ્યે તાલીમ આપી વાંસકલામાંથી ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓને તેઓ મેળામાં ઊભા કરેલા સ્ટોલ પર પ્રદર્શિત કરી તથા માર્કેટમાં વેચીને પ્રત્યક્ષ-પરોક્ષ રીતે કોટવાળીયા પરિવારોને રોજગારી પુરી પાડી રહ્યા છે. જેઓ પણ આ પરંપરાગત આદિવાસી હસ્તકલા-કૃતિ, આહાર,વનૌષધિય વેચાણ અને પ્રદર્શન મેળામાં વાંસકલા કારિગરી પ્રસ્તુત કરી રહ્યા છે.

પરંપરાગત આદિવાસી હસ્તકલા-કૃતિ, આહાર,વનૌષધિય વેચાણ અને પ્રદર્શન મેળાનું ઉદ્ઘાટન ગુજરાત સરકાર કેબિનેટ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.સાથે કુંવરજીભાઈ હળપતિ રાજ્ય કક્ષાના મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ મેળાના મુખ્ય આકર્ષણોમાં આદિવાસી વિસ્તારની પરંપરાગત, હસ્તકલા-કૃતિ વેચાણ અને પ્રદર્શન પિઠોરા, વારલી, મોતીકામ, માટીકામ, ભરત ગૂંથણ, મ્હોરા બનાવટ, વાંસની કૃતિઓ વિગેરે અને પરંપરાગત ખેત ઉત્પાદન વેચાણ નાગલી, રાગી, ચોખા, કઠોળ, મસાલા, કાજુ વિગેરે અને ગૌણ વન પેદાશોનું વેચાણ મધ, મુશળી, ગુગળ વિગેરે તેમજ પરંપરાગત આદિવાસી આહાર સ્ટોલ્સ વન ઔષધિઓનું વેચાણ અને પ્રદર્શન યોજાયું હતું. જેમાં પરંપરાગત આદિવાસી હસ્તકલા-કૃતિ, આહાર,વનૌષધિય વેચાણ અને પ્રદર્શન મેળામાં વાંસકલા કારિગરી પ્રસ્તુત કરનાર વજીરભાઇ કોટવાળીયાને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં સુપ્રીતસિંહ ગુલાટી, કાર્યપાલક નિયામક, ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી તેમજ ડો.એસ.મુરલી ક્રિષ્ના, IAS અગ્રસચિવ, આદિજાતિ વિકાસ વિભાગ. ગુજરાત સરકાર પણ ઉપસ્થિત રહ્યા હતાં. J


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.