“સ્વચ્છતા હી સેવા” - At This Time

“સ્વચ્છતા હી સેવા”


બોટાદ નગરપાલિકાના સફાઈ કામદારો અને તેમના પરિવારજનો માટે મેડીકલ કેમ્પ યોજાયો

બોટાદ નગરપાલિકાના કુલ ૧૦૩ સફાઈ કામદારોનું મેડીકલ ચેક-અપ કરી વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવ્યું

“સ્વચ્છતા હી સેવા”૨૦૨૩ના ભાગરૂપે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે બોટાદ નગરપાલિકાના સફાઈ કામદારો અને તેમના પરિવારજનો માટે અર્બન હેલ્થ સેન્ટર-૧ તથા ૨ના સહયોગથી મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો મેડીકલ કેમ્પમાં અર્બન હેલ્થ સેન્ટરના ડો.તિથી વાળા અને ડો.અનેરી વેગડ દ્વારા સફાઈ કામદારોનું ચેક-અપ કરી, વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ કાર્યક્રમમાં શ્રી જયદીપ કણજરીયા(THO), ડી.બી.માઢક(સેનેટરી ઇન્સ્પેક્ટર)હાજર રહ્યા હતા. બોટાદ નગરપાલિકાના કુલ ૧૦૩ સફાઈ કામદારોનું મેડીકલ ચેક-અપ કરી વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સેનિટેશન ટીમ તથા મેડીકલ ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.