ઊના ગીર સોમનાથ એલસીબી દ્વારા કેરીના બોક્સ માંથી રૂપિયા ૩૧૦૦ સોનો વિદેશી દારૂના મુદ્દામાલ સાથે બે આરોપી ઝડપાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mozgtnbxbfjhsq6b/" left="-10"]

ઊના ગીર સોમનાથ એલસીબી દ્વારા કેરીના બોક્સ માંથી રૂપિયા ૩૧૦૦ સોનો વિદેશી દારૂના મુદ્દામાલ સાથે બે આરોપી ઝડપાયા


સોડા - શોપ ની વાન તથા એમઝોન ઓનલાઇન પાર્સલમાં દીવ માંથી ઇંગ્લીશ દારૂ ની હેરાફેરીનો પર્દાફાસ કર્યા બાદ અવનવા કિમીયા અજમાવતા ઇસમોને કેસર કેરી ના બોક્ષમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ

, ગીર સોમનાથ જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ એન.જાડેજા સાહેબ નાઓએ જીલ્લામાં ચાલતી પ્રોહી / જુગારની બદી નેસ્તનાબુદ કરવા અને આવી પ્રવૃતિ આચરનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને , એલ.સી.બી. ગીર સોમનાથના ઇ.ચા. પોલીસ ઇન્સપેકટર કે.જે.ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ , ગઇકાલ તા .૦૮ / ૦૬ / ૨૦૨૨ ના રોજ એલ.સી.બી.ગીરસોમનાથના પોલીસ હેડ કોન્સ પ્રફુલભાઇ વાઢેર , રાજુભાઇ ગઢીયા , પો.કોન્સ સંદિપભાઇ ઝણકાટ , નાઓ જીલ્લાના પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય જે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે ઉના બસ સ્ટેન્ડ વિસ્તારમાં બે ઇસમો કેસર કેરીના બોક્ષમાં પરપ્રાંતનો ઇંગ્લીશ દારૂ ભરી ઉભેલ છે . જેથી એલ.સી.બી. ના ઉપરોકત પો.સ્ટાફે ઉના બસ સ્ટેન્ડમાં જઇ આરોપીઓ ( ૧ ) મનિષ ઉર્ફે ભગત મોહનભાઇ ચુડાસમા કોળી ઉ.વ .૨૧ ધંધો મજુરી રહે.ચંદ્રકીરણ સોસાયટી ઉના તા.ઉના તથા નં . ( ૨ ) રોહીતભાઇ રમેશભાઇ સોલંકી કોળી ઉ.વ .૨૧ ધંધો મજુરી રહે.ઉના મોટા કોળીવાડા તા.ઉના વાળાઓને કેરીના બોક્ષ સાથે પકડી પાડી કેરીના બોક્ષમાં તલાસી લેતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા બીયર ટીન જેમાં ( ૧ ) મેજીક મોમેન્ટ ઓરેન્જ ફલેવર વોડકા ૩૭૫ એમ.એલ.ની. બોટલો નંગ -૪ એક કી.રૂ .૨૦૦ / -લેખે કી.રૂ .૮૦૦ / - તથા ( ૨ ) કીંગફીશર ૫૦૦ એમ.એલ.બીયર ટીન નંગ -૨૩ એક ટીનની કી.રૂ .૧૦૦ / -લેખે કી.રૂ .૨૩૦૦ / -મળી કુલ કી.રૂ .૩૧૦૦ / -ના પ્રોહી મુદામાલ સાથે પકડી પાડી બંને ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઉના પો.સ્ટે.માં ગુન્હો રજીસ્ટર કરાવેલ . તેમજ એલ.સી.બી.ગીરસોમનાથ દ્વારા અગાઉ સોડા - શોપની વાન ગાડીના લોકેશન માંથી તથા એમઝોન ઓનલાઇન પાર્સલમાં દીવમાંથી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યા બાદ દારૂની હેરાફેરીના વધુ એક કિમીયા ને નિષ્ફળ બનાવેલ છે

. એલ.સી.બી. ગીર સોમનાથના ઇ.ચા. પોલીસ ઇન્સપેકટર કે.જે.ચૌહાણના માર્ગદર્શન મુજબ પોલીસ હેડ કોન્સ . પ્રફુલભાઇ વાઢેર , રાજુભાઇ ગઢીયા , પો.કોન્સ . સંદિપભાઇ ઝણકાટ , વગેરે દ્વારા સફળ ઓપરેશન પાર પાડેલ

રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ
7575862173/8401414809


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]