ઉજ્જ્વલા યોજનાના ૪.૧૩ કરોડ લાભાર્થીઓએ એક પણ વખત સિલિન્ડર રિફિલ કરાવ્યું નથી - At This Time

ઉજ્જ્વલા યોજનાના ૪.૧૩ કરોડ લાભાર્થીઓએ એક પણ વખત સિલિન્ડર રિફિલ કરાવ્યું નથી


નવી દિલ્હી,
તા. ૨સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું
છે કે મોટા પ્રમાણમાં  ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓએ
એક પણ વખત રસોઇ ગેસ સિલિન્ડર રિફિલ કરાવ્યું નથી. પેટ્રોલિયનમ અને કુદરતી કેસ રાજ્યપ્રધાન રામેશ્વર તેલીના
જણાવ્યા અનુસાર ઉજ્જવલા યોજનાના ૪.૧૩ કરોડ લાભાર્થીઓએ એક પણ વખત સિલિન્ડર રિફિલ
કરાવ્યું નથી. જ્યારે ૭.૬૭ કરોડ લાભાર્થીઓએ ફક્ત એક જ વખત સિલિન્ડર રિફિલ કરાવ્યું
છે. ૨૦૧૭-૧૮ની વચ્ચે ૪૬ લાખ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓએ એક પણ
સિલિન્ડર રિફિલ કરાવ્યું નથી. આ સમયગાળામાં દરમિયાન ૧.૧૯ કરોડ લોકોએ એક વખત
સિલિન્ડર રિફિલ કરાવ્યું હતું. પ્રધાનના જણાવ્યા અનુસાર ૨૦૧૮-૧૯ દરમિયાન ૧.૨૪ કરોડ, ૨૦૧૯-૨૦
દરમિયાન૧.૪૧ કરોડ, ૨૦૨૦-૨૧
દરમિયાન ૧૦ લાખ અને ૨૦૨૧-૨૨ દરમિયાન ૯૨ લાખ લાભાર્થીઓએ એક પણ વખત સિલિન્ડર રિફિલ
કરાવ્યું ન હતું. રામેશ્વર તેલીના જણાવ્યા અનુસાર ૨૦૧૮-૧૯ દરમિયાન ૨.૯૦ કરોડ, ૨૦૧૯-૨૦ દરમિયા
૧.૮૩ કરોડ, ૨૦૨૦-૨૧
દરમિયાન ૬૭ લાખ અને ૨૦૨૧-૨૨ દરમિયાન ૧.૦૮ કરોડ ઉજ્જવલા યોજનાના લાર્ભ્થીઓએ ફક્ત એક
જ વખત સિલિન્ડર રિફિલ કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે એપ્રિલ, ૨૦૨૦માં ઉજ્જવલા ગેસનું સિલિન્ડર ભરાવવા પર ૧૬૨ રૃપિયાની
સબસિડી મળતી હતી.  સરકારની આ યોજનાના
લાભીર્થીઓની સંખ્યા ૯કરોડથી વધારે છે.  

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.