છેલ્લા પાંચ વર્ષોમાં બેેકોએ રૃ.૧૦ લાખ કરોડની લોન માંડી વાળી ઃ સરકાર - At This Time

છેલ્લા પાંચ વર્ષોમાં બેેકોએ રૃ.૧૦ લાખ કરોડની લોન માંડી વાળી ઃ સરકાર


નવી દિલ્હી,
તા. ૨છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં ૧૦ લાખ કરોડ રૃપિયાની લોન
માંડી વાળી છે તેમ સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ૧,૫૭,૦૯૬ કરોડ રૃપિયાની
લોન માંડી વાળવામાં આવી છે. જે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ની રકમ કરતા ઓછી છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૨,૦૨,૭૮૧ કરોડ
રૃપિયાની લોન માંડી વાળવામાં આવી હતી. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ૨,૩૪,૧૭૦ કરોડ
રૃપિયાની લોન માંડી વાળવામાં આવી હતી. ૨૦૧૮-૧૯માં આ રકમ ૨,૩૬,૨૬૫ કરોડ રૃપિયા
હતી.૨૦૧૭-૧૮માં માંડી વાળવામાં આવેલ લોનની રકમ ૧,૬૧, ૩૨૮ કરોડ રૃપિયા
હતી.૨૦૧૭-૧૮ થી ૨૦૨૧-૨૨ દરમિયાન બેંકો દ્વારા કુલ ૯,૯૧,૬૪૦ કરોડ
રૃપિયાનીલોન માંડી વાળવામાં આવી છે. સરકારના જણાવ્યા અનુસાર છેલ્લા ચાર વર્ષોમાં વિલફુલ ડિફોલ્ટરો(ઇરાદપૂર્વક
નાદાર જાહેર થયેલા)ની સંખ્યા ૧૦,૩૦૬ છે. નાણાકીય
વર્ષ ૨૦૨૦-૨૧માં સૌથી વધુ ૨૮૪૦ વિલફૂલ ડિફોલ્ટર હતાં. જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં
વિલફૂલ ડિફોલ્ટરોની સંખ્યા ૨૭૦૦ હતી. ૨૦૧૮-૧૯માં આ સંખ્યા ૨૨૦૭ જ્યારે ૨૦૧૯-૨૦માં ૨૪૬૯
હતી.ટોચના પાંચ વિલફૂલ ડિફોલ્ટરોમાં ગિતાંજલિ જેમ્સ, એરા ઇન્ફ્રા
એન્જિનિયરિંગ, કોનકાસ્ટ
સ્ટીલ એન્ડ પાવર, આરઇઆઇ
એગ્રો લિમિટેડ અને એબીજી શિપયાર્ડનો સમાવેશ થાય છે. ભાગેડુ હીરાના વેપારીમેહુલ ચોકસીની કંપની ગિતાંજલિ જેમ્સે
બેંકોને ૭૧૧૦ કરોડ રૃપિયા,
એરા ઇન્ફ્રા એન્જિનિયરિંગે ૫૮૭૯ કરોડ રૃપિયા, કોનકાસ્ટ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડે ૪૧૦૭ કરોડ રૃપિયા, આરઇઆઇ એગ્રો
લિમિટેડે ૩૯૮૪ કરોડ રૃપિયા અને એબીજી શિપયાર્ડ લિમિટેડે ૩૭૦૮ કરોડ રૃપિયા ચુકવ્યા
નથી.અન્ય વિલફુલ ડિફોલ્ટરોમાં ફ્રોસ્ટ ઇન્ટરનેશનલ લિમિટેડ (૩૧૦૮
કરોડ રૃપિયા), વિનસમ
ડાયમંડ એન્ડ જ્વેલરી (૨૬૭૧ કરોડ રૃપિયા),
રોટોમેક ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ (૨૪૮૧ કરોડ રૃપિયા), કોસ્ટલ
પ્રોજેક્ટસ લિમિટેડ (૨૩૧૧ કરોડ રૃપિયા) અને કુદોસ કેમી (૨૦૮૨ કરોડ રૃપિયા)નો
સમાવેશ થાય છે.  

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.