મોટી ખરસોલી સિંચાઈ તલાવ ની કેનાલમાં સાફસફાઈ ને રીપેરીંગ ની કામગીરીની માંગ..... - At This Time

મોટી ખરસોલી સિંચાઈ તલાવ ની કેનાલમાં સાફસફાઈ ને રીપેરીંગ ની કામગીરીની માંગ…..


સંતરામપુર તાલુકા માં નાની સિંચાઈ વિભાગ હસ્તક આવેલ મોટી ખરસોલી સિંચાઈ તલાવ નું પાણી ખેડુતોને ખેતી માટે મળી રહે તેવા શુભ હેતુ સાથે મોટી ખરસોલી સિંચાઈ તલાવ માંથી કેનાલ કાઢવામાં આવી છે. જે આ કેનાલ દ્રાવા મોટી ખરસોલી. એનદ્રા. બુધપુર. મહાપુર ને ભુખી વિસ્તારના ગામો ના ખેડુતોને આ સિંચાઈ તલાવ નું પાણી ખેડુતોને ખેતી માટે મળતું હતું પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ સિંચાઈ તલાવ નું પાણી આ કેનાલ ની સાફસફાઈ વ્યવસ્થિત રીતે નહીં થતી હોવાનાં કારણે ને કેનાલનું જરુરી રીપેરીંગ કામો નહીં કરવામાં આવતાં આ કેનાલ નું પાણી મોટી ખરસોલી થી આગળ કેનાલમાં નહીં જતાં મોટી ખરસોલી થી આગળ ના ગામડાં ઓના ખેડુતોને આ સિંચાઈ તલાવ નું પાણી ખેડુતોને ખેતી માટે મળતું નથી જેથી ખેડુતો ને સિંચાઈ ના પાણી નો લાભ મોટી ખરસોલી સિંચાઈ તલાવ માં પાણી હોવાં છતાં પણ તેનો લાભ નાની સિંચાઈ વિભાગના અધિકારીઓ અને કમઁચારી ઓની બેદરકારી ને નિષ્કાળજી ને લીધે નહીં મલતાં ખેડુતોમાં આવા વહીવટ પ્તયે ભારે રોષ જોવાં મળે છે.
આ કેનાલ ની સાફસફાઈ વ્યવસ્થિત રીતે કરાય ને કેનાલનું જરુરી રીપેરીંગ કામો પણ ખેડુતોના હીતમાં વહેલી તકે હાથ ધરવામાં આવેતે માટેની ખેડુતો ની માંગ ઉઠેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.