મેંદરડા તાલુકા સમસ્ત સાધુ સમાજ દ્વારા સિંધી સમાજ ખાતે સ્નેહમિલન યોજાયું જેમાં વિવિધ કાર્યક્રમો યોજાયા - At This Time

મેંદરડા તાલુકા સમસ્ત સાધુ સમાજ દ્વારા સિંધી સમાજ ખાતે સ્નેહમિલન યોજાયું જેમાં વિવિધ કાર્યક્રમો યોજાયા


મેંદરડા તાલુકા સમસ્ત સાધુ સમાજ નુ સ્નેહમિલન સિંધી સમાજ ખાતે યોજાયું

આ સ્નેહ મિલનમાં પ્રથમ મેંદરડા જુનાગઢ બાયપાસ રોડ પર આવેલ શહીદ ભગતસિંહ ચોક ખાતે સમાજના લોકો દ્વારા એકત્રીત થઈ ૨૦૦ કરતાં પણ વધુ બાઈક દ્વારા શોભાયાત્રા સ્વરૂપે મેંદરડા શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી રામ મઢી ખાતે પૂર્ણ કરવામાં આવેલ

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજને એકત્રિત કરવો, દીકરા દીકરીઓના ભણતર ગણતર અને ઘડતર સહિત સમાજને લગતી વિવિધ ગતિવિધિઓ તેજ કરવા સમાજના યુવાન,યુવતીઓ ને સતત પ્રોત્સાહન માર્ગ દર્શન મળતું રહે તેવા શુભ ઉમદા કાર્ય કરવા માટે સમાજને એકત્રિત થવું હાલના સમય પ્રમાણે ખૂબ જરૂરી હોય સમાજમાં લોકો સાથે આદાન-પ્રદાન વિચાર વિમર્શ એકમેકના સહિયારા સાથની સમાજને માટે ખૂબ જરૂરી હોય જેથી આ કાર્યક્રમ યોજવામાં આવેલ

તાલુકામાં રહેતા સમસ્ત સાધુ સમાજના પરિવારોમાં સંગઠનની ભાવના વધે પરિચય કેળવાય તેવા ઉમદા હેતુથી આ સ્નેહ મિલન યોજાયું આ કાર્યક્રમમાં મહંત સુખરામદાસ બાપુ તથા કલ્યાણદાસ બાપુ અને માલણકા ના બિહારીદાસ બાપુ સમાજના આગેવાનો યુવા ટીમ નવનિયુક્ત કારોબારી ટીમ સહિતના અનેક મહાનુભાવો નુ વિવિધ મુમેટો આપી ફુલ હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને મંચસ્થ સંતો દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવેલ હતુ

આ તકે સમસ્ત સાધુ સમાજ મેંદરડા તાલુકા ની નવનિયુક્ત કારોબારીની નિમણૂક કરવામાં આવેલ હતી જેમાં પ્રમુખ તરીકે માલણકા ના મનીષભાઈ દેવમુરારી સહીત કારોબારીના વિવિધ સભ્યોના નામ જાહેર કરવામાં આવેલ હતા

આ સ્નેહ મિલનમાં આવનારા સમયમાં સમસ્ત સાધુ સમાજની વાડી મેંદરડા શહેરમાં બનાવવા માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો ત્યારે આ સંકલ્પને સાકાર કરવા મેંદરડાના કલ્યાણદાસ બાપુ મેસવાણિયા તેમજ કાળીદાસ ભાઈ નેનુજી મેંદરડા દ્વારા એક લાખ અગીયાર હજાર આમ બંન્ને અલગ અલગ જાહેર કરી સાધુ સમાજની વાડી બનાવવા માટે શુભ શરૂઆત કરી સહયોગ આપેલ હતો

સમસ્ત સાધુ સમાજનું સંગઠન બન્યા બાદ આવનારા દિવસોમાં વિવિધ કાર્યક્રમો થશે જેમાં આવનારી પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સરસ્વતી સન્માન કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવશે આ સ્નેહ મિલન કાર્યક્રમ માં ભોજન સમારંભ તેમજ તમામ ખર્ચના દાતા મનીષભાઈ દેવમુરારી નુ વિશેષ સન્માન કરવામાં આવેલ હતું

આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સાધુ સમાજ ઉપસ્થિત રહ્યો હતો જેને સફળ બનાવવા મહેશગીરી અપારનથી,જીગ્નેશ ગીરી અપારનથી,ડો.માર્મિક ભાઈ કુબાવત, રઘુવીર ભાઈ અગ્રાવત,ગીરીશ ગીરીબાપુ પ્રકાશભાઈ અગ્રાવત, જયેન્દ્રભાઈ કુબાવત, રોહિતભાઈ મેસવાણિયા, કરણબાપુ દાણીધારીયા ધવલભાઇ ગૌસ્વામી વડીલો,આગેવાનો કારોબારી સમિતિ સહિતનાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી
રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon