કોમર્સ કૉલેજ મોડાસાનો વાર્ષિકોત્સવ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mmqk0qmr6rx4g3ot/" left="-10"]

કોમર્સ કૉલેજ મોડાસાનો વાર્ષિકોત્સવ યોજાયો


ધી મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, મોડાસા સંચાલિત શ્રી એચ એસ શાહ કૉલેજ ઓફ કોમર્સનો 56 મો વાર્ષિકોત્સવ અને ઈનામ વિતરણ સમારોહ તા.27 ફેબ્રુઆરીના રોજ કેમ્પસ પરના ભામાશા હૉલમાં યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય વક્તા ડૉ. જય ઓઝા, મંડળના પ્રમુખ શ્રી નવીનચંદ્ર મોદી, ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ શાહ, કૉલેજના ભૂતપૂર્વ આચાર્ય ડૉ. સુધીર જોષી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા વિદ્યાર્થીઓને પ્રેરક ઉદબોધન આપ્યું હતું. નિવૃત્ત કર્મચારીઓનું પણ આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું. વર્ષ દરમ્યાન વિવિઘ શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર વિદ્યાર્થીઓને મોમેન્ટો અને ઈનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ રંગારંગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થકી મનોરંજન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન કૉલેજના પ્રભારી મંત્રી શ્રી સુભાષભાઇ શાહ તથા કાર્યકારી આચાર્ય ડૉ.એમ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ કૉલેજ પરીવાર દ્વારા કરવામાં આવ્યું હતું.


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]