પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દેશના ૫૫૪ જેટલા રેલ્વે સ્ટેશનોનો પુનઃ વિકાસ અને ૧૫૦૦ જેટલા રોડ ઓવર બ્રિજ/ અંડર પાસનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો - At This Time

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દેશના ૫૫૪ જેટલા રેલ્વે સ્ટેશનોનો પુનઃ વિકાસ અને ૧૫૦૦ જેટલા રોડ ઓવર બ્રિજ/ અંડર પાસનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દેશના ૫૫૪ જેટલા રેલ્વે સ્ટેશનોનો પુનઃ વિકાસ અને ૧૫૦૦ જેટલા રોડ ઓવર બ્રિજ/ અંડર પાસનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. જેના ભાગરુપે વેરાવળ રેલ્વે સ્ટેશનનુ રુ.૧૦.૩૩ કરોડના ખર્ચે નવનિકરણ કરવામાં આવશે.જેમા અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ગુજરાતના ૪૬ રેલ્વે સ્ટેશનોના પુનઃ વિકાસ કરવામા આવશે. જેમાં વેરાવળ રેલ્વે સ્ટેશનનું અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત સ્ટેશનને આધુનિક બનાવવા રુ.૧૦.૩૩ કરોડના ખર્ચે પુનઃ વિકાસ કરવામા આવશે.
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પ્રવાસીઓની સુવિધા માટે અલગ-અલગ પ્રવેશ અને નિકાસ દ્વાર મલ્ટી-લેવલ પાર્કિંગ,લિફ્ટ,એસ્કેલેટર, એક્ઝિક્યુટિવ લાઉન્જ,વેઇટિંગ એરિયા,દિવ્યાંગો માટે અનુકુળ સુવિધાઓ,રુફ પ્લાઝા,શોપિંગ ઝોન, ફૂડ કોર્ટ,ચિલ્ડ્રન પ્લે એરિયા,દરેક સ્ટેશનનો શહેરના સિટી સેન્ટરના સ્વરૂપ વિકાસ સહિતની આધુનિક સુવિધાઓથી વેરાવળ રેલ્વે સ્ટેશનનો પુનઃ વિકાસ કરવામા આવશે.
 તેમજ મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓએ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભાજપના આગેવાનો અને અધિકારીશ્રીઓ રેલ્વેનો સ્ટાફ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.