જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા વિશેષ સેવા દિન ઉજવણી અંતર્ગત શાળા ના બાળકો ને સુખડી વિતરણ કરાયું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mjjif8gvtubmmmd0/" left="-10"]

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા વિશેષ સેવા દિન ઉજવણી અંતર્ગત શાળા ના બાળકો ને સુખડી વિતરણ કરાયું.


જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા વિશેષ સેવા દિન ઉજવણી અંતર્ગત શાળા ના બાળકો ને સુખડી વિતરણ કરાયું.

આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સલગ્ન અને જનસેવા અને સંસ્કાર નું સિંચન કરતી તથા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા વિશેષ સેવા દિન ઉજવણી અંતર્ગત ગ્રુપ ના ઉપ પ્રમુખ દિલીપભાઈ ભલગામીયા ના સૌજન્યથી તેમના જન્મ દિવસ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવેલ .
પંડીત દિન દયાળ ન.પ્રા. શાળા માં પૌષ્ટિક આહાર ૨૦ કિલો સૂકા મેવાની સુખડી ૨૦૦ બાળકો વિતરણ કરી જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ.
આ પ્રસંગે જાયન્ટ્સ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા જાયન્ટ્સ ફેડરેશન ૩/બી .પ્રમુખ કેતનભાઈ રોજેસરા, યુનિટ ડાયરેક્ટર ગ્રીન મેન સી. એલ.ભીકડીયા , ઉપ પ્રમુખ દિલીપભાઈ ભલગામીયા , લાલજીભાઈ કળથીયા ઉપસ્થિત રહેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]