સ્પેશિયલ ખેલ મહાકુંભ ૨.૦ અમરેલી જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ તા.૨૮ ફેબ્રુઆરી થી તા.૫ માર્ચ સુધી યોજાશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/cscbpffoyuohiges/" left="-10"]

સ્પેશિયલ ખેલ મહાકુંભ ૨.૦ અમરેલી જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ તા.૨૮ ફેબ્રુઆરી થી તા.૫ માર્ચ સુધી યોજાશે


સ્પેશિયલ ખેલ મહાકુંભ ૨.૦ અમરેલી જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ તા.૨૮ ફેબ્રુઆરી થી તા.૫ માર્ચ સુધી યોજાશે

અમરેલી તા.૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૪ (શનિવાર) સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે સ્પેશિયલ ખેલ મહાકુંભ ૨.૦નું આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ ૨.૦માં વિવિધ કેટેગરીના ખેલાડીઓ માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે વિવિધ સ્પર્ધાની તારીખ અને સ્થળની જાહેરાત કરવામાં આવી છે. આ સ્પર્ધાની તારીખો મુજબ તા.૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ ચિત્તલ રોડ, અમરેલી સ્થિત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં માનસિક ક્ષતિગ્રસ્ત (MR) ભાઈઓની અથ્લેટીક્સ, સાઇક્લીંગ, બોચી, વોલીબોલ, બાસ્કેટબોલ, બેડમિન્ટનની સ્પર્ધાઓ યોજાશે. તા.૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ ચિત્તલ રોડ, અમરેલી સ્થિત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં શારીરિક ક્ષતિગ્રસ્ત બહેનો (OH) કેટેગરીની અથ્લેટીક્સ, સાઇક્લીંગ, બોચી, વોલીબોલ, બાસ્કેટબોલ, બેડમીન્ટનની સ્પર્ધાઓ યોજાશે. તા.૦૨ અને તા.૦૩ માર્ચ, ૨૦૨૪ના ચિત્તલ રોડ, અમરેલી ખાતે આવેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં બીજી માર્ચે શારીરિક ક્ષતિગ્રસ્ત ભાઈઓ બહેનોની (OH) કેટેગરીની ક્રિકેટ, વોલીબોલ ની સ્પર્ધાઓ યોજાશે. ત્રીજી માર્ચે ભાઈઓ બહેનોની એથેલેટીક્સ સ્પર્ધા યોજાશે. જ્યારે તા.૩ માર્ચ, ૨૦૨૪ના લાઠી રોડ, અમરેલી ખાતે આવેલી બહેરા મૂંગા શાળા ખાતે શ્રવણ મંદ ક્ષતિવાળા ભાઈઓ અને બહેનોની કેટેગરીની ૧૦૦ મીટર અને ૨૦૦ મીટર એથલેટીક્સની સ્પર્ધા યોજાશે. આગામી તા.૪ માર્ચ, ૨૦૨૪ના રોજ ચિત્તલ રોડ, અમરેલી ખાતે આવેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં અંધ ભાઈઓ અને બહેનોની એથલેટીક્સ કેટેગરીની સ્પર્ધા યોજાશે. જ્યારે તા.૫ માર્ચ, ૨૦૨૪ના રોજ ચિત્તલ રોડ, અમરેલી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે અંધ ભાઈઓ અને બહેનોની ક્રિકેટ, ચેસની સ્પર્ધા યોજાશે, તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]