જામનગરમાં પોલીસ ચેકીંગ દરમિયાન લાખોની રકમ મળતા કાર સવાર લોકોની પૂછપરછ ચૂંટણી અધિકારીઓ દોડી ગયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mifcqeknhnpx80jk/" left="-10"]

જામનગરમાં પોલીસ ચેકીંગ દરમિયાન લાખોની રકમ મળતા કાર સવાર લોકોની પૂછપરછ ચૂંટણી અધિકારીઓ દોડી ગયા


જામનગરમાં રાજકોટ પાસિંગની કારમાંથી લાખોની રકમ મળી છે. પોલીસ ચેકીંગ દરમિયાન રોકડ મળતા કાર સવાર લોકોની પૂછપરછ કરવામાં આવી છે. આ તરફ ઓબ્ઝર્વર સહિતના ચૂંટણી અધિકારીઓ દોડી ગયા છે.
વિગત મળી છે કે, ચૂંટણીને અનુલક્ષી વ્હોરાના હજીરા પાસે ચેકીંગ હાથ ધરાયુ હતું. એસએસટી ટીમ દ્વારા જીજે 03- એમઇ - 9600 રાજકોટ આરટીઓ પાસિંગ નંબરની કારમાં ચેકીંગ કરાતા રૂ.24 લાખ આસપાસની રોકડ મળતા પોલીસ ચોંકી ગયેલી. ઉપરી અધિકારીઓને જાણ કરાતા ઓબ્ઝર્વર સહિતના ચૂંટણી અધિકારીઓ દોડી આવ્યા હતા. કાર સવાર બે લોકોની પોલીસે પૂછપરછ હાથ ધરી છે. રોકડ કોઈ જામનગરની જ કંપનીની હોવાનું પૂછપરછમાં જાણવા મળ્યું છે. કાર સવાર લોકોએ રોકડ કાયદેસર હોવાનો દાવો કરી કંપનીના સીએ પાસેથી હિસાબના દસ્તાવેજ મંગાવ્યા છે. તેવું સુત્રોમાંથી જાણવા મળે છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]