આવાસ યોજનાની સાઈટ વિઝિટ કરતી ગાંધીનગરના એન્જિનિયરોની ખાસ ટીમ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/miedq0n7n8l54qn1/" left="-10"]

આવાસ યોજનાની સાઈટ વિઝિટ કરતી ગાંધીનગરના એન્જિનિયરોની ખાસ ટીમ


જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બેડી રેલવે ઓવરબ્રીજ પાસેની કામગીરી હાલ પ્રગતિ હેઠળ હોય આ કામગીરી સુવ્યવસ્થિત રીતે પરિપૂર્ણ થાય તે હેતુથી ગાંધીનગરથી ખાસ ટીમે જામનગરની સાઈટ વિઝીટ કરી હતી, આ સમયે પ્રધાનમંત્રી આવાસ યોજનાના એન્જિનિયરો તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
એફોરડેબલ હાઉસિંગ મિશન, ગાંધીનગર કચેરીના પ્રતિનિધિ અમિતભાઈ પટેલ દ્વારા જામનગર મહાનગર-પાલિકા હસ્તકની પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રે.સ.નં. ર૦૬-૧-૧ પી બેડી રેલવે ઓવર બ્રીજ પાસે આવેલ આવાસ યોજના જે ડિસેમ્બર-રર ના અંત સુધીમાં લોકાર્પણ થનાર છે, તથા હાલ આ કાર્ય પ્રગતિમાં છે તેવી એફ.પી. ૬૩, ગોલ્ડન સિટીની બાજુમાં આવેલ ઈડબ્લ્યુએસ-ર પ્રકારના પ૪૪ આવાસ યોજનાનું કામ પ્રગતિમાં છે, જેની મુલકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન જામનગર મહાનગર પાલિકાના સ્લમ શાખાના સાઈટ ઈજનેર, પીએમસી તથા એજન્સીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતાં


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]