ચૂંટણી કામગીરીનું નિરીક્ષણ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wy2zlmnpforrrryi/" left="-10"]

ચૂંટણી કામગીરીનું નિરીક્ષણ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી


જામનગર ગુજરાતમાં સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન દસેક દિવસ પછી થનાર છે. જ્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અલગ-અલગ વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહેલ ઈ.વી.એમ. પ્રીપ્રેરેશન કેન્દ્રની જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારધીએ મુલાકાત લીધી હતી અને કામગીરીની સમીક્ષા કરી હતી. આ સમયે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓ પણ સાથે જોડાયા હતાંં


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]