કુશળ કાઉન્સેલિંગ દ્વારા જીવ બચવતી બોટાદ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ - At This Time

કુશળ કાઉન્સેલિંગ દ્વારા જીવ બચવતી બોટાદ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ


મહિલાને આત્મ હત્યાના વિચારો માંથી મુક્ત કરાવી નવું જીવન જીવવાની પ્રેરણા આપતી બોટાદ 181 અભયમ મહિલા હેલ્પ લાઇન ટીમ

ગુજરાત રાજ્ય માં રાજ્ય સરકાર દ્વારા 181 અભ્યમ મહિલા હેલ્પ લાઇન 24 ×7કલાક સતત મહીલાઓ માટે કામ કરી રહી છે બોટાદ મહિલા હેલ્પ લાઇન માં એક જાગૃત નાગરિકનો કોલ આવેલ કે એક મહિલા નવનાળા પાસે આત્મહત્યા કરવાના ઈરાદાથી આવ્યા છે અને રડે છે અમે બધાએ તેમને રોકી રાખ્યા છે તમે જલ્દી આવો ને મદદ કરો 181 ટીમના કાઉન્સેલર પરમાર જલ્પાબેન, કોન્સ્ટેબલ ઝાંઝરૂકિયા હિરલબેન,પાયલોટ જમોડ હરેશભાઇ સ્ટાફ સાથે ઘટના સ્થળ ઉપર ગણતરીની મિનિટમાં દોડી ગયેલ પીડિત મહિલાને મળતા જાણવા મળેલ કે તેઓ ખુબ જ ગભરાય ગયા હતા.કય જ બોલતા નથી અને રડ્યા કરે છે અને સાથે એક નવજાત બાળક પણ છે ત્યાંના લોકોએ જણાવેલ કે તેઓ એક કલાક થી રેલનાપાટા ઉપર બેઠા છે અને રડે છે 181ની ટીમે મહિલાને શાંત્વના આપી વિશ્વાસમાં લઈ અને જિંદગીમાં આવેલ મુશ્કેલીઓનું નિરાકરણ આત્મહત્યા નથી તેવી સમજણ આપતાં મહિલાયે તેની આપવીતી કહેતા જણાવ્યું કે તેમની ડિલિવરીને હજી 10 દિવસ થયા છે અને તેઓ તેમના પતિ સાથે દવાખાને ટાકા તોડાવવા માટે આવ્યા હતા. ત્યારે તેમના પતિના ફોન માં કોઈનો ફોન આવતો હતો તો મહિલાએ ફોન માંગ્યો ત્યારે પતીએ ફોન આપવાની ના પાડી અને જગડો કરી અપશબ્દો બોલેલ અને મારપીટ કરેલ જેથી મહિલાને દિલ ઉપર લાગી આવ્યા તેમના 10 દિવસના બાળક ને લઈને પાટે આવી ગયેલ ત્યારબાદ મહિલાના પતિનો કોન્ટેક્ટ કરી પતિ સાથે વાતચીત કરી અને સમજાવવાના પ્રયત્ન કરેલ તેમજ કાયદાકીય સમજણ આપેલ ત્યારબાદ પીડિતાના પતિએ જણાવેલ કે હવે પછી કોઈ દિવસ મહિલા સાથે ઝગડો નહીં કરે અને સારી રીતે સાચવશે ત્યારબાદ પીડિતાની મરજીથી તેમજ રાજી ખુશીથી તેઓના હસતા ચહેરા સાથે પતિને સોંપવામાં આવેલ. આમ મહિલાને મોતના મુખમાંથી બચાવી પતિ - પત્ની બંનેનું સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.