અમારી જમીન કેમ બીજાને વેચી નાખી કહી યુવાન ઉપર બે શખ્સોનો પાઈપથી હુમલો - At This Time

અમારી જમીન કેમ બીજાને વેચી નાખી કહી યુવાન ઉપર બે શખ્સોનો પાઈપથી હુમલો


ગાંધીનગરના મેદરામાં અમારી જમીન કેમ

બીજાને બારોબાર બતાવી વેચી નાખી તેવું કહી બે શખ્સોએ લોખંડની પાઇપ વડે યુવાન પર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર ઘટના અંગે બંને આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જાહેરમાં જીવલેણ હુમલાથી સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર જિલ્લાના મેદરા ખાતે રહેતા સંજયભાઈ દશરથભાઈ જોશી ઘરે હાજર હતા તે વખતે તેમના ગામના અક્ષય ભીખુસિંહ પરમાર તથા તેમની સાથે એક બીજો માણસ બંને જણા લોખંડની પાઇપ અને લાકડાનો ધોકો લઈને આવેલ અને કહેવા લાગ્યા હતા કે અમારી જમીન કેમ બીજાને બારોબાર બતાવી વેચી નાખી છે. તેમ કહી બંને જણા જેમ મનફાવે તેમ ગાળો બોલી માર મારવા લાગ્યા હતા દરમિયાન આજુબાજુ માંથી લોકો એકઠા થઈ જતા સંજયભાઈને વધુ મારમાંથી છોડાવ્યા હતા અને બંને ઈસમો આજે તો તું બચી ગયો છે પણ હવે ફરીથી મળીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ચાલ્યા ગયા હતા. બાદમાં ઈજાગ્રસ્ત ફરિયાદીને ૧૦૮ મારફતે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યાર બાદમાં સંજયભાઈ જોશીએ ડભોડા પોલીસ મથકમાં અક્ષય ભીખુસિંહ પરમાર તથા અન્ય એક ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેનાં પગલે પોલીસ દ્વારા વધુ તપાસ શઋ કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.