વિકસિત ભારત સંકલ્પ યાત્રા - At This Time

વિકસિત ભારત સંકલ્પ યાત્રા


બરવાળા તાલુકાના રોજીદ અને રાણપરી ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત

કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચી શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે બરવાળા તાલુકાના રોજીદ અને રાણપરી ગામ ખાતે પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગ્રામજનો દ્વારા ઉમળકાભેર આવકારી લેવામાં આવી હતી મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સ્થળ પરથી જ યોજનાકીય લાભોનું વિતરણ કરવામા આવ્યું હતું. વિવિધ યોજનાના લાભાર્થીઓએ ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત તેમના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનના સંદેશ ઉપસ્થિતોએ નિહાળ્યો હતો. મહાનુભાવો સહિત ગ્રામજનોએ આગામી વર્ષ ૨૦૪૭ સુધીના વિકસિત ભારતમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવાનું પ્રણ લીધું હતું.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.