મમતા બેનર્જી મંત્રીમંડળમાં ફેરબદલી કરશે, ચાર મંત્રીઓની હકાલપટ્ટી થશે - At This Time

મમતા બેનર્જી મંત્રીમંડળમાં ફેરબદલી કરશે, ચાર મંત્રીઓની હકાલપટ્ટી થશે


પશ્વિમ બંગાળની સરકારમાં મંત્રી રહેલા પાર્થ ચેટર્જીએ શિક્ષકભરતી કૌભાંડ આચર્યું હોવાની ઈડીની તપાસ ચાલી રહી છે. એ દરમિયાન પાર્થ ચેટર્જીની તો મંત્રીમંડળમાંથી હકાલપટ્ટી કરાઈ હતી, હવે બીજા ચાર મંત્રીઓની પણ હકાલપટ્ટી થશે. મમતા બેનર્જીએ કેબિનેટની બેેેઠકમાં મંત્રાલયમાં ફેરબદલીનો નિર્ણય લીધો છે.પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેબિનેટ બેઠક બોલાવી હતી, એમાં બે મહત્વના નિર્ણયો લેવાયા હતા. પશ્વિમ બંગાળની સરકારની કેબિનેટમાં પરિવર્તન થશે. ચાર મંત્રીઓની હકાલપટ્ટી કરાશે. આ નેતાઓને પાર્ટીના સંગઠનમાં કામ સોંપાય તેવી અટકળો ચાલી હતી. મમતા બેનર્જીએ આ અંગેની જાણકારી આપતા કહ્યું હતું કે કેબિનેટમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, પરંતુ આખું મંત્રાલય બદલાશે નહીં. પાર્થ ચેટર્જીની હકાલપટ્ટી પછી મંત્રાલયમાં જગ્યા ખાલી પડી હતી.એ પહેલાં સિનિયર મંત્રી સુબ્રતો મુખર્જીનું નિધન થવાથી જગ્યા ખાલી થઈ હતી. મમતા બેનર્જી તેમના મંત્રાલયમાં પાંચ નવા ચહેરાને તક આપે એવી અટકળો વ્યક્ત થઈ હતી. અત્યારના મંત્રાલયમાંથી ચાર મંત્રીઓની છૂટ્ટી નક્કી છે, તેમાં કોનો વારો આવશે તે બાબતે અનેક અટકળો થઈ હતી. અત્યારની સ્થિતિ જોતાં નવા અને સ્વચ્છ ઈમેજ ધરાવતા યુવા નેતાઓને મંત્રાલયમાં તક મળે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. તેમનો ઈતિહાસ ગુનાઈત હશે તેમને મંત્રાલયમાંથી હટાવાશે એવું મનાઈ રહ્યું છે. વળી, મંત્રાલયની ફાળવણીઓમાં પણ ફેરબદલી થાય એવી પૂરી શક્યતા છે. અત્યારે અનેક વિભાગો ખુદ મમતા બેનર્જી પાસે હોવાથી એમાંથી ઘણાં વિભાગોની ફાળવણી થશે.દરમિયાન કેબિનેટમાં નવા જિલ્લાના નિર્માણનો પણ નિર્ણય લેવાયો હતો. પશ્વિમ બંગાળમાં સાત નવા જિલ્લા બનશે, જેમાં સુંદરબન, ઈચ્છામતી, રાણાઘાટ, બિષ્નુપુર, જાંગીપુર, બહેરામપુર અને બસીરહટનો સમાવેશ થાય છે. સાત નવા જિલ્લા બનશે તે સાથે જ પશ્વિમ બંગાળમાં કુલ જિલ્લાની સંખ્યા ૩૦ થઈ જશે.મંત્રાલયમાં ફેરફાર અન નવા જિલ્લાના નિર્માણની સાથે સાથે મમતા બેનર્જી સંગઠનમાં પણ ફેરફાર કરવા જઈ રહ્યા છે. જિલ્લાના સંગઠનોમાં નવા અધ્યક્ષોની નિમણૂક થશે. યુવા સંગઠનોમાં પણ નવા હોદ્દેદારોને તક મળે એવું કહેવાઈ રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.