જબલપુરની ખાનગી હોસ્પિટલમાં ભિષણ આગ : 10નાં મોત, અનેક ઘાયલ - At This Time

જબલપુરની ખાનગી હોસ્પિટલમાં ભિષણ આગ : 10નાં મોત, અનેક ઘાયલ


- શોર્ટ સક્રિટથી લાગેલી આગ ત્રણ માળ સુધી ફેલાઇ ગઇ- હોસ્પિટલમાંથી બહાર નિકળવા એક જ દરવાજો હોવાથી અનેક લોકોએ બારીએથી કુદીને જીવ બચાવ્યો- મુખ્યમંત્રી શિવરાજે મૃતકોના પરિવારને પાંચ લાખ અને ઘાયલોને 50 હજારની સહાયની જાહેરાત કરી, તપાસના આદેશજબલપુર : મધ્ય પ્રદેશના જબલપુરમાં એક ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાથી ૧૦ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે અનેક લોકોને ઇજા પહોંચી છે. અહીંના શિવનગર સ્થિત ન્યૂ લાઇફ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં અચાનક આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે લોકોએ પોતાનો જીવ બચાવવા માટે હોસ્પિટલથી નીચે કુદવુ પડયું હતું જેમાં પણ ઘણા લોકો ઘવાયા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે શોર્ટ સક્રિટને કારણે આગ લાગી હતી. જો લોકોના પણ મોત નિપજ્યા છે તેમાંથી મોટા ભાગના હોસ્પિટલ સ્ટાફનો સમાવેશ થાય છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે પણ આ ઘટના સમયે હોસ્પિટલમાં અફરા તફરી ફેલાઇ ગઇ હતી. ગ્રાઉંડ ફ્લોરમાં સૌથી પહેલા શોર્ટશર્કિટ થયું હતુું જેને પગલે પહેલા માળ બાદ ત્રીજા માળ સુધી આ આગ ફેલાઇ ગઇ હતી. અંતે વિજળી કાપીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જ્યારે હોસ્પિટલમાં જે દર્દીઓ હતા તેમને હાલ બહાર કાઢીને અન્ય હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મૃતકો પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યું છે અને પીડિતોના પરિવારજનોને ૫-૫ લાખ જ્યારે જે લોકોને ઇજા પહોંચી છે તેમને ૫૦-૫૦ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. હોસ્પિટલમાંથી બહાર નિકળવા માટે માત્ર એક જ રસ્તો હતો. જેને પગલે મોટા ભાગના લોકો અંદર જ ફસાઇ ગયા હતા. આગ એટલી વિકરાળ હતી કે ફાયરબ્રીગેડના લોકો પણ તેને કાબુ મેળવા માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. અંતે વિજળી કાપી નાખવાથી આગ પર કાબુ મેળવી શકાયો હતો. આ ઘટનામાં જે ત્રણ લોકોને ઇજા પહોંચી છે તેમની સ્થિતિ ગંભીર છે તેથી મૃત્યુઆંક વધી શકે છે. આ હોસ્પિટલ ત્રણ માળની છે અને તેમાં બેડની સંખ્યા ૩૦ જેટલી છે. સુદેશ પટેલ નામના વ્યક્તિ દ્વારા આ હોસ્પિટલ ચલાવવામાં આવે છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.