અમદાવાદ-ગાંધીનગર-જામનગર સહિત દેશના ૧૩ શહેરોને ૫જી મળશે - At This Time

અમદાવાદ-ગાંધીનગર-જામનગર સહિત દેશના ૧૩ શહેરોને ૫જી મળશે


દેશના ૧૩ શહેરોને આ વર્ષના અંત સુધીમાં ૫જી નેટવર્કની સુવિધા મળી જાય એવી શક્યતા છે. દિલ્હી, મુંબઈ, કોલકાત્તા, ચેન્નાઈ, અમદાવાદ, ગાંધીનગર, જામનગર, ગુરૃગ્રામ, ચંદિગઢ, બેંગ્લુરુ, હૈદરાબાદ, પૂણે, લખનઉ જેવા શહેરોમાં ૫જીની સવસ શરૃ કરવાનો સંકેત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગે આપ્યો હતો. આ ૧૩ શહેરોમાં ટ્રાયલ શરૃ કર્યા પછી તેના ફિડબેકના આધારે ૫જીનો વિસ્તાર કરાશે. ટેલિકોમ મંત્રી અશ્વિન વૈષ્ણવે થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે ૫જી નેટવર્કનો વ્યાપ ભારતના ૨૦-૨૫ શહેરો સુધી પહોંચે એ માટેના પ્રયાસો હાથ ધરાશે. શરૃઆતમાં ૧૩ શહેરોમાં ટ્રાયલ થાય એવી શક્યતા છે અને તેના થોડા મહિનાઓમાં જ બીજા દસેક શહેરોને ૫જી નેટવર્ક હેઠળ આવરી લેવાશે.૫જીના મન્થલી પ્લાન અંગે અત્યારે સરકારે સ્પષ્ટતા કરી નથી. પરંતુ અત્યારના ૪જીના પ્લાનના આધારે નિષ્ણાતોએ ધારણાં બાંધી હતી કે સરેરાશ ૫જી યુઝર્સે મહિને ૧૦૦૦ રૃપિયા આપવા પડશે. રૃરલ એરિયાના ગ્રાહકો આટલો ઊંચો ભાવ આપવા તૈયાર થશે કે નહીં એ જુદો મુદ્દો બનશે. અત્યારે મોટાભાગની કંપનીઓનો ૪જીનો ૮૪ દિવસનો પ્લાન ૫૦૦થી ૬૦૦ રૃપિયા આસપાસ છે. મહિને લગભગ ૨૦૦ રૃપિયા જેટલો ખર્ચ ૪જી સવસ પાછળ થાય છે. ૫જીની સ્પીડ માટે તેનાથી ચાર કે પાંચ ગણો ખર્ચ કરવો પડશે. શરૃઆતના એકાદ-દોઢ વર્ષ પછી ૫જીના ભાવમાં ઘટાડો થશે એવી પણ એક થિયરી છે. ઓપરેટર્સ વચ્ચે સ્પર્ધા થશે પછી ભાવ ગગડશે, છતાં ૪જી ડબલ ભાવ આપવા પડે એવી શક્યતા તો છે જ. ટ્રાયલ માટે કદાચ કંપનીઓ ભાવ ઓછો રાખે એવી પણ એક શક્યતા છે. ભારત ૫જી સવસની બાબતમાં ૬૧ દેશોથી પાછળ છે. વિશ્વના ૬૧ દેશોના ૧૩૩૬ શહેરોમાં ૫જીની રેન્જમાં આવી ચૂક્યા છે. ૨૦૨૦માં દુનિયાના ૩૭૮ શહેરોમાં ૫જીની સવસ ઉપલબ્ધ બની હતી. ૨૦૨૧માં ૩૫૦ ટકાના વધારા સાથે ૯૫૮ શહેરો એમાં ઉમેરાયા હતા. અમેરિકાના ૩૪૯ શહેરોમાં ૫જી સ્પીડ મળી ચૂકી છે. આફ્રિકા, યુરોપ અને મિડલ ઈસ્ટના ૪૫૯ શહેરો આ ટેકનોલોજીથી સજ્જ બની ચૂક્યા છે. એશિયન શહેરોની સંખ્યા સૌથી વધુ ૫૨૮ છે. એમાંથી એકલા ચીનના જ ૩૪૧ શહેરોનો સમાવેશ થાય છે. આટલા શહેરો સાથે ચીન વિશ્વમાં પ્રથમ ક્રમે છે. ૨૭૯ શહેરો સાથે અમેરિકા બીજા અને ૮૫ શહેરો સાથે દક્ષિણ કોરિયા ત્રીજા નંબરે છે. દક્ષિણ કોરિયાએ સૌથી પહેલા લાર્જ સ્કેલ ઉપર ૫જીની સવસ શરૃ કરીને દુનિયાને નવી દિશા આપી હતી.ફાઈવ-જી એટલે કે ફિફ્થ જનરેશનની ડેટા સ્પીડને સત્તાવાર માન્યતા આપનારો પહેલો દેશ અમેરિકા હતો. ૨૦૧૬માં જ અમેરિકાના ફેડરલ કોમ્યુનિકેશન કમિશને સ્પેક્ટ્રમની ફાળવણીને મંજૂરી આપી હતી. ૨૦૧૮માં યુરોપિયન સંઘે ૫જી માટે દરવાજા ખોલ્યા હતા. એ પછી દુનિયાભરમાં તેના પ્રયોગો શરૃ થયા હતા. ભારત સહિતના ૯૦ દેશોની ૨૨૫ ટેલિકોમ કંપનીઓએ ૫જીની સવસનું ડેમોન્સ્ટ્રેશન કરી લીધું છે, પરિણામે ૨૦૨૫ સુધીમાં વિશ્વની ૭૦ ટકા વસતિ ૫જી નેટવર્કના દાયરામાં આવી જશે એવો અંદાજ છે. ૨૧મી સદીના ત્રીજો દશકો ઈન્ટરનેટની સ્પીડનો દશકો બની રહેશે એ નક્કી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.