મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર અને વડનગર જનરલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ વડનગર દ્વારા બીજીવાર રક્તદાન કેમ્પ યોજાઈ ગયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mad0tf6tx42htz91/" left="-10"]

મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર અને વડનગર જનરલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ વડનગર દ્વારા બીજીવાર રક્તદાન કેમ્પ યોજાઈ ગયો


મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર અને વડનગર જનરલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ વડનગર દ્વારા બીજીવાર રક્તદાન કેમ્પ યોજાઈ ગયો

મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર અને વડનગર જનરલ હોસ્પિટલ મેડિકલ કોલેજ દ્રારા મહિનાના ત્રીજા શુક્રવાર ના દિવસે બીજી વાર રકતદાન કેમ્પ યોજાયો

ઉત્તર ગુજરાતમાં આવેલું મહેસાણા જિલ્લાનું વડનગર ગામ ખાતે જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા અને જનરલ હોસ્પિટલ વડનગર તથા મેડિકલ કોલેજ દ્રારા રક્તદાન કેમ્પ યોજાઈ ગયો તેમાં ગયા ફેબ્રુઆરી નામહિના તારીખ ૧૭/૦ર/૨૦૨૩ શુક્રવાર ના દિવસે રક્તદાન કેમ્પ શુભારંભ કરવામાં આવ્યો હતો બરાબર ત્રીજા મહિના ના શુક્રવાર ના દિવસે માર્ચ ની તારીખ ૧૭/૦૩/૨૦૨૩ આજ રોજ જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા તથા જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ વડનગર દ્રારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વન વિભાગ ના કર્મચારી ગણ તથા પ્રાથમિક શાળા અને બી આર સી ભવન વડનગર અને પ્રાથમિક શાળા ના શિક્ષકો અને શિક્ષિકાઓ એ રક્તદાન કેમ્પ લોહી આપી ને સહકાર આપ્યો હતો જીવન માં કંઈ ના કરી તો કંઈ નહીં પણ આ રીતે સેવા થી કોઈ ને જીવ તો બચી શકે
મહેસાણા જિલ્લા કલેક્ટર નાગરાજ એ જણાવ્યું હતું કે રક્તદાન કેમ્પ આયોજન નું હેતુ એવો છે કે અકસ્માત તથા સગર્ભા મહિલાઓ ને ડિલિવરી વખતે અને અન્ય કોઈ દર્દીઓ ને લોહી ની જરૂરિયાત ઉભી થાય ત્યારે દોડધામ ના થાય તે માટે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવે છે.આ કેમ્પમાં ૫૦થી૬૦ બોટલ નું લોહી આવે તેવું અનુમાન કર્યું હતું. અને તેથી પ્રજાજનો સમક્ષ પણ એવો સંદેશો પોહોંચાડો કે વધુ માં વધુ રક્તદાન કરે અને વડનગર જનરલ હોસ્પિટલ ખાતે દર મહિના ના ત્રીજા શુક્રવાર અવશ્ય રકતદાન કરી ને કોઈ નું જીવન બચાવે એટલે મહેસાણા વહીવટ તંત્ર ના અભિગમ શ્રેષ્ઠ છે. ધાણા લોકો બે વખત ત્રણ વખત લોહી નું અમૂલ્ય દાન કર્યું છે
આ પ્રસંગે ઉપસ્થિત માં જિલ્લા કલેક્ટર એમ. નાગરાજન
મહેસાણા જિલ્લા ના ડી. ડી. ઓ. ઓમપ્રકાશ, વડનગર મામલતદાર રોહિત .ડી. અધારા ,મહેસાણા શિક્ષણ વિભાગ ના અધિકારી, બી આર સી ભવન વડનગર શિક્ષકગણ, તથા શિક્ષિકાઓ, વડનગર વન વિભાગ ના અધિકારી તથા તેમનાં સહ કર્મચારી ગણ, વડનગર ઓરોગ્ય વિભાગ ના અધિકારી તથા કર્મચારીગણ, જનરલ હોસ્પિટલ વડનગર ના સુપ્રિટેન્ડન્ટ ડૉ. હર્ષદભાઈ પટેલ, તથા મેડિકલ કોલેજવડનગર ના ડીન ડૉ. મનીષ રામાવત, ડૉ ઓઝા તથા તેમનાં જનરલ હોસ્પિટલ તથા મેડિકલ કોલેજ ના કર્મચારીગણ,ડૉકટરો, વડનગર પોલીસ તંત્ર ના કર્મચારી ગણ, વડનગર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ મોદી, તથા શહેર ભાજપ યુવા મોરચા ના કાર્યકરતાઓ હાજર રહી ને આ રક્તદાન કેમ્પ ના કાર્યક્રમ સફળ બનાવ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]