બરવાળા પંથકમાં બાળા સાથે શારીરિક અડપલા કરવા બાબતે કડક સજાની માંગ - At This Time

બરવાળા પંથકમાં બાળા સાથે શારીરિક અડપલા કરવા બાબતે કડક સજાની માંગ


જિલ્લા વીએચપી અને બજરંગ દળ એ બરવાળા પ્રાંત અને પોલીસને આવેદન આપ્યું બરવાળા પંથકના એક ગામમાં 55 વર્ષના ઢગાએ સગીર વયની બાળા ને પૈસાની લાલચ આપી લલચાવી ફોસલાવી દુષ્કર્મ આચર્યું હતું આ કલકિત લાંછનરૂપ કૃત્યથી લોકો રોષે ભરાયા હતા આ શખ્સ કૃત્ય આદરી નાસી છૂટ્યો હતો ત્યારે આવી ઘટનાઓ ન બને તે માટે બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બરવાળા પીઆઇ અને પ્રાંત અધિકારીને આરોપીને કડક સજાની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી બરવાળા પંથકમાં એક સગીર વયની બાળા ને નાણાંની લાલચ આપી લલચાવી ફોસલાવી 55 વર્ષના વીધની વલ્લી મામદ વડીયાએ શરમજનક અને લાછનરૂપ કૃત્ય કર્યું હતું. જેથી હિન્દુ સમાજમાં રોષ ફેલાયો હતો તેને કડકમાં કડક સજા થાય અને પીડીત પરિવારને ઝડપથી ન્યાય મળે તેમ જ અવારનવાર બોટાદ જિલ્લામાં આવી ઘટનાઓ બનતી હોય છે તેના બને તે માટે કડક કાર્યવાહી થાય તેવી બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ બોટાદની માંગ સાથે બરવાળા પોલીસ સ્ટેશનમાં પીઆઇ અને બરવાળા પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.