બોટાદમાં મજૂરીના પૈસા બાબતે દાઝ રાખી યુવક પર હુમલો - At This Time

બોટાદમાં મજૂરીના પૈસા બાબતે દાઝ રાખી યુવક પર હુમલો


બોટાદમાં મજૂરી ના પૈસા બાબતે અગાઉ થયેલી બોલાચાલીની દાઝ રાખી યુવકને ઢિકા પાટુ નો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે બનાવો અંગે મળતી માહિતી મુજબ બોટાદના ઝવેરનગરમાં રહેતા નિલેશભાઈ તેજાભાઈ આકવીયા ઉ.વ.૩૨ તારીખ 26 માર્ચ 2024 ના રોજ ભાવનગર રોડ ઉપર આવેલા ન્યુ શિવધારા માર્બલ ના કારખાનામાં મજૂરી કામ કરવા માટે ગયા હતા તે સમયે ન્યુ શિવધારા માલ બનના કારખાનામાં ટ્રાન્સપોર્ટ નું કામ કરતા પાંચાભાઇ સામતભાઈ ભુડીયા રહે. સમઢીયાળા સાથે નિલેશભાઈ ને મજૂરીના પૈસા બાબતે બોલાચાલી થઈ હતી બાદમાં નિલેશભાઈ ને પાછા ભાઈ સાથે સમાધાન થઈ ગયું હતું ત્યારબાદ નિલેશભાઈ તેમના મિત્રનું બાઈક લઈ વિપુલભાઈ જાંબુકિયા સાથે પાન મસાલો ખાવા માટે ગયા હતા અને થોડે દૂર ચામુંડા માર્બલ ના બોર્ડ પાસે નિલેશભાઈ અને વિપુલભાઈ બાઈક લઈ ઉભા હતા તે સમયે પાછા ભાઈ પાછળથી આવી નિલેશભાઈ ઢીકાપાટુ નો માર માર્યો હતો અને પાછા ભાઈ સાથે રોહિતભાઈ રૂપાભાઈ વસાભાઈ સામતભાઈ અને એક અજાણ્યો ઇસમે નિલેશભાઈ ને ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવ અંગે નિલેશભાઈ અંકેવાળીયાએ બોટાદ પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.