JEE મેઇનનું પરિણામ જાહેર: ટોપર્સમાં રાજકોટના બે વિદ્યાર્થી - At This Time

JEE મેઇનનું પરિણામ જાહેર: ટોપર્સમાં રાજકોટના બે વિદ્યાર્થી


એન્જીનીયરીંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાતી જોઇન્ટ એન્ટ્રન્સ ટેસ્ટ (જેઇઇ) મેઇનનું પરિણામ જાહેર થયુંછે જેમાં રેકોર્ડબ્રેક 56 વિદ્યાર્થીઓ ‘ટોપર્સ’ જાહેર થયા છે. અર્થાત 100માંથી 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે. રાજકોટના બે વિદ્યાર્થીઓએ પણ ‘ટોપર્સ’ તરીકે સ્થાન મેળવીને સિધ્ધિ હાંસલ કરી છે.
જેઇઇ મેઇન્સની પરીક્ષાનું પરિણામ ગઇ મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યું હતું. 100માંથી 100 પર્સન્ટાઇલ મેળવનારાની સંખ્યા 56 રહી છે. ગત વર્ષે 47 વિદ્યાર્થીઓએ આ સિધ્ધિ મેળવી હતી. ટોપર્સ તરીકે જાહેર થયેલા 56માંથી બે વિદ્યાર્થી ગુજરાતના છે અને તે બન્ને રાજકોટના છે.
રાજકોટના મીત પારેખ ઓલ ઇન્ડિયા રેન્કીંગમાં 28મુ તથા હર્ષલ કાનાણીએ 44મુ રેન્કીંગ મેળવ્યું છે. આ બન્ને વિદ્યાર્થીઓ રાજકોટનાં એલન ઇન્સ્ટીટયુટમાં અભ્યાસ કર્યો છે.
સમગ્ર દેશમાં 56 ટોપર્સમાંથી બે વિદ્યાર્થી રાજકોટના હોવાની વાત ગૌરવપૂર્ણ છે. આખા ગુજરાતમાંથી બે જ વિદ્યાર્થી ટોપર્સ બન્યા છે અને તે બન્ને રાજકોટના જ હોવાનું મહત્વનું છે.
રાષ્ટ્રીયકક્ષાએ ટોપર્સ બનેલા 56 વિદ્યાર્થી બે ગુજરાતનાં છે.આ સિવાય સૌથી વધુ 15 વિદ્યાર્થી તેલંગાણાનાં છે. આંધ્રપ્રદેશ-મહારાષ્ટ્રનાં 7-7, દિલ્હીનાં 6, રાજસ્થાનનાં 5, કર્ણાટકનાં 3, તામીલનાડુ-ગુજરાત-હરીયાણાનાં 2-2, ઉતરપ્રદેશ-બિહારનાં 1-1 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.
આ વખતે, JEE મેઈન્સના એપ્રિલ સત્ર માટે જનરલ કેટેગરીની કટઓફ પર્સન્ટાઈલ 2023ની સરખામણીમાં 2.45 પોઈન્ટ્સ વધારે હતું, જોકે સામાન્ય કેટેગરી માટે પસંદ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ગત વખત કરતાં 1261 ઓછી છે.
આ વખતે JEE એડવાન્સ માટે ક્વોલિફાઈંગ પર્સન્ટાઈલ પાંચ વર્ષમાં સૌથી વધુ છે.જનરલ કેટેગરીના 97,351 વિદ્યાર્થીઓને 100 પર્સેન્ટાઈલ અને 93.23 વચ્ચે પસંદ કરવામાં આવ્યા છે. 100 પર્સેન્ટાઈલ મેળવનારા વિદ્યાર્થીઓમાં 6 EWS કેટેગરીના છે, જેમાંથી 4 તેલંગાણાના અને 2 આંધ્રપ્રદેશના છે.
56 ટોપર્સમાં જનરલ કેટેગરીના 40, OBC માંથી 10 અને જનરલ-EWSમાંથી છનો સમાવેશ થાય છે. ઓબીસી વિદ્યાર્થીઓ જેમણે 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. તેમાંથી 2-2 તેલંગાણાના, એક-એક મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના છે.JEE 13 ભાષાઓમાં યોજવામાં આવી હતી:
આસામી, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દુ. કેપટાઉન, દોહા, દુબઈ, મનામા, ઓસ્લો, સિંગાપોર, કુઆલાલંપુર, લાગોસ/અબુજા, જકાર્તા, વિયેના, મોસ્કો અને વોશિંગ્ટન ડીસીમાં 22 કેન્દ્રો સહિત 319 શહેરોમાં 571 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી.
આ વખતે 10,67,959 વિદ્યાર્થીઓએ JEE ખફશક્ષત એપ્રિલ સત્રની પરીક્ષા આપી હતી, જે ગત વખત કરતા 45,366 વિદ્યાર્થીઓ ઓછા હતા. JEE મેન્સ દ્વારા, તમામ કેટેગરીના 2,50,248 વિદ્યાર્થીઓ JEE એડવાન્સ માટે ક્વોલિફાય થયા છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.