મોરબી રોડ પર પાણીના ટાંકીમાં પડી જતા દેવરાજનું મોત - At This Time

મોરબી રોડ પર પાણીના ટાંકીમાં પડી જતા દેવરાજનું મોત


શહેરના મોરબી રોડ પર રાધિકા પાર્કમાં રહેતા અને બાંધકામનું કામ કરતા યુવાનનો ત્રણ વર્ષનો પુત્ર રમતા રમતા નજીકમાં આવેલા પાણીના ટાંકામાં પડી જતા ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતી.આ અંગે બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી હતી. બનાવની વધુ વિગતો મુજબ,જુના મોરબી રોડ પર આવેલા રાધિકા પાર્કમાં રહેતા જગદીશભાઈ ભોગાયતાનો 3 વર્ષીય પુત્ર દેવરાજ ગઈકાલે બપોરે ઘર પાસે રમતા રમતા ત્યાં ઘર નજીક આવેલી બાંધકામની સાઇટ પાસેના પાણીના ટાંકીમાં પડી ગયો હતો.જેથી પરિવારે આજુબાજુમાં તેની શોધખોળ કરતા પાડોશીએ જોયું તો ત્રણ વર્ષનો દેવરાજનો મૃતદેહ ત્યાં ટાંકામાં તરતી હાલતમાં પડ્યો હતો.તેમજ તેમના મૃતદેહને બહાર કાઢી સિવિલ હોસ્પીટલે ખસેડયો હતો.દેવરાજના પિતા બાંધકામનું કામ કરે છે.બે બહેનોના એકના એક ભાઈ દેવરાજના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.