ભરૂચ શહેરનાં શકિતનાથ વિસ્તાર ખાતે પ્રથમ વખત શિવરાત્રીનાં દિવસે ચાર પ્રહરની મહાપૂજાનું આયોજન કરાયું સાથે જ 25 ફુટ ઉંચા શિવલીંગનું પણ નિર્માણ કરાયુ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/m1j95wdebkacxwqo/" left="-10"]

ભરૂચ શહેરનાં શકિતનાથ વિસ્તાર ખાતે પ્રથમ વખત શિવરાત્રીનાં દિવસે ચાર પ્રહરની મહાપૂજાનું આયોજન કરાયું સાથે જ 25 ફુટ ઉંચા શિવલીંગનું પણ નિર્માણ કરાયુ.


ભરૂચ શહેરનાં શકિતનાથ વિસ્તાર ખાતે પ્રથમ વખત શિવરાત્રીનાં દિવસે ચાર પ્રહરની મહાપૂજાનું આયોજન કરાયું સાથે જ 25 ફુટ ઉંચા શિવલીંગનું પણ નિર્માણ કરાયુ.

આવતીકાલે દેવોના દેવ મહાદેવનો મહાપર્વ એટલે મહાશિવરાત્રિ છે. મહાશિવરાત્રિને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લામાં સમગ્ર પંથકનું સૌથી ઊંચા શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભરૂચ શહેરમાં સૌ પ્રથમવાર આ વર્ષે મહાશિવરાત્રિ નિમિત્તે શકિતનાથ વિસ્તારમાં ચાર પ્રહરની મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.

મહાદેવની વિધિ પૂર્વક વિધવાન બ્રાહ્મણો દ્વારા ચાર પ્રહરની પૂજા કરવામાં આવશે. સાંજે 6 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. મહાઆરતી બાદ ચાર પ્રહરની મહાપૂજાનો પ્રારંભ 22 વિધવાન બ્રાહ્મણો દ્વારા કરવામાં આવશે. ચાર પ્રહારની મહાપૂજાનું સમાપન બીજા દિવસે સવારે 7 કલાકે થશે.

મા નર્મદાના ઉદભવ સ્થાન અમરકંટકથી દરિયાદેવમાં સંગમની ઝલક આપવામાં આવશે. તેમજ ભરૂચમાં આવેલા પ્રાચીન નવનાથ મહાદેવના દર્શન તેમજ તેઓની વિશેષતા જણાવવામાં આવશે. આ પૂજામાં ઘરમાં શિવલીંગ સ્થાપિત કરવાની ઈચ્છા ધરાવનાર વ્યકિતએ શિવલીંગ જાતે લાવવાનું રહેશે. 60 થી 80 કપલ પૂજાનો લ્હાવો લેશે. કેટલાક ગ્રુપ પણ આ પૂજામાં ભાગ લેશે.

શકિતનાથ મહાદેવ મંદિર ગ્રાઉન્ડ ખાતે નિર્માણ થયેલ ૨૫ ફૂટ ઊંચા શિવલીંગ વિશે :-

બાહુબલી ગ્રુપ-2 સહીત શિવભકતો દ્વારા મહાકાય શિવલીંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. મહાકાય શિવલીંગ સહીત પર્વતો બનાવવામાં આવ્યા છે. આશરે 25 ફુટ ઉંચાઈનું મહાકાય શિવલીંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. બામ્બુ,વાંસ, કાપડ સહિતનો વપરાશ કરીને શિવલીંગ બનાવવામાં આવ્યું છે. હાલ મહાશિવરાત્રીના પર્વને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

સાથે જ ચાર પ્રહરની મહાપૂજામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન અનિવાર્ય

ચાર પ્રહરની મહાપૂજામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજીયાત છે. રજિસ્ટ્રેશન બાદ તમામ સામગ્રી બાહુબલી ગ્રુપ-2 તરફથી આપવામાં આવશે.રજિસ્ટ્રેશનની ફી વ્યકિતદીઠ 251 રાખવામાં આવી છે. મહિલાઓ પૂજામાં ભાગ લઇ શકે તે વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]