ગડુ મુકામે ગુજરાત સરકાર દ્વારા આયોજીત 36 મી નેશનલ ગેમ્સ અવેરનેસ પોગ્રામ યોજણો - At This Time

ગડુ મુકામે ગુજરાત સરકાર દ્વારા આયોજીત 36 મી નેશનલ ગેમ્સ અવેરનેસ પોગ્રામ યોજણો


ગડુ મુકામે શ્રી કર્મયોગી આર્ટસ,કોમર્સ એન્ડ બી.આર.એસ કોલેજ ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજિત "36 મી નેશનલ ગેમ્સ અવેરનેસ પ્રોગ્રામના" અનુસંધાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમનું થીમ "સેલિબ્રિટીંગ યુનિટી થું સ્પોર્ટ્સ" હતું. સ્પોર્ટ્સની જુદી જુદી ગેમ્સ અંગેની જાગૃતિ વિદ્યાર્થીઓ માં કેળવાય અને રમત ગમત ની પ્રવૃતિ ને પ્રોત્સાહન મળે તેમજ તેમના પ્રચાર - પ્રસાર ની પ્રવૃત્તિ વેગવંતી બને એ માટે આ કાર્યક્રમમા મુખ્ય અધ્યક્ષ તરીકે જીલ્લા નાયબ ખેતીવાડી નિયામક શ્રી ગધેસરીયા સાહેબ,તેમનો સ્ટાફ અને રમત ગમત વિભાગ માંથી SAG નોડલ ઓફિસર કામળીયા સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો.જેમાં ટ્રસ્ટીગણ માંથી નિયામક શ્રી પરાગભાઇ ચારિયા, મેનેજમેન્ટ શ્રી દિવ્યાબેન ઘોડાદરા એ હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆત મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી અને કરી હતી. સંકુલ ના કેમ્પસ ડાયરેક્ટ શ્રી ગોવિંભાઈ ચારીયા સાહેબએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું. જ્યારે બી.આર.એસ.કોલેજના ઈન.આચાર્ય શ્રી કે.ડી.ઘોડાદરા સાહેબ એ 36 મી નેશનલ ગેમ્સની વિસ્તુત માહિતી આપી હતી, તેમજ "ફિટ ઇન્ડિયાના" શપથ લેવડાવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત, ભજન,રજુ કરીને કાર્યક્રમને સુંદર બનાવ્યો હતો. જ્યારે કોલેજના સ્પોર્ટ્સ કો-ઓર્ડીનેટર વાઢિયા જયસુખ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ ઉપર ખો-ખો,કબ્બડી, રસાખેંચ જેવી રમતો રમાડીને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.તેમજ નેશનલ ગેમ્સ માં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને કોલેજ વતી સન્માનિત કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કોલેજના પ્રાધ્યાપક શ્રી વિપુલ બારડ સાહેબ દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન બી.આર.એસ.કોલેજના વિદ્યાર્થી દીમિત્રભાઈ એ કર્યુ હતું .

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.