ચોરીમાં ગયેલ મોટર સાયકલ કિ.રૂ.૨૦,000/-ના મુદ્દામાલ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/lskzgrrw7tbfm5jd/" left="-10"]

ચોરીમાં ગયેલ મોટર સાયકલ કિ.રૂ.૨૦,000/-ના મુદ્દામાલ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

તા.૦૪/૦૯/૨૦૨૩નાં રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો મહુવા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કો. તરૂણભાઇ નાંદવા તથા ભદ્દેશભાઇ પંડયાને બાતમી

મળેલ કે, સફેદ કલરનુ ટીશર્ટ તથા કાળા કલરનુ જીન્સ પેન્ટ પહેરીને કાળા કલરના શંકાસ્પદ સ્પ્લેન્ડર મોટર સાયકલ સાથે મહુવા કૈલાસ ગુરૂકુળ ખાતે ઉભેલ છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર નીચે મુજબના મોટર સાયકલ સાથે હાજર મળી આવેલ. જે મોટર સાયકલ તે કયાંકથી ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતુ હોવાથી શંકાસ્પદ મિલ્કત તરીકે કબ્જે કરવામાં આવેલ આ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની પુછપરછ દરમિયાન આજથી આશરે પાંચેક દિવસ પહેલા રૂપિયાની જરૂર હોવાથી રાત્રીના દોઢેક વાગ્યે મહુવા, ભવાનીનગરમાં એક વેલ્ડીંગની દુકાનેથી મોટર સાયકલની પીન કાઢીને ડાયરેકટ કરી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.જે અંગે આગળની કાયદેસર કાર્યવાહી કરવા માટે તેને મહુવા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ-

કાળા કલરનું લાલ-ભુરા પટ્ટાવાળુ હિરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર મોટર સાયકલ કિ.રૂ.૨૦,000/- શોધી કાઢવામાં આવેલ ગુન્હાઓઃ- મહુવા પો.સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૮૦૩૫૨૩૧૦૮૦ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ-

I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, શ્રી પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી અરવિંદભાઇ મકવાણા, તરૂણભાઇ નાંદવા, મહેન્દ્રસિંહ સરવૈયા, ભદ્દેશભાઇ પંડયા, પીનાકભાઇ બારૈયા

રિપોર્ટ ભુપત ડોડીયા બગદાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]