બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) સર્વેલન્સ ટીમની મદદથી મો.સા.માંથી પડી ગયેલ કપડાની થેલી પરત અપાવતી બોટાદ પોલીસ - At This Time

બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) સર્વેલન્સ ટીમની મદદથી મો.સા.માંથી પડી ગયેલ કપડાની થેલી પરત અપાવતી બોટાદ પોલીસ


બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) સર્વેલન્સ ટીમની મદદથી મો.સા.માંથી પડી ગયેલ કપડાની થેલી પરત અપાવતી બોટાદ પોલીસ

બોટાદ પોલીસ સ્ટેશન ખાતે તા.૦૨/૦૯/૨૦૨૩ ના રોજ એક અરજદાર આવેલ અને જણાવેલ કે, તા.૦૧/૦૯/૨૦૨૩ ના ક.૨૦/૦૦ થી ક.૨૦/૩૦ વાગ્યા દરમ્યાન અરજદાર પોતાનું મો.સા. રજી.નં.GJ-01-NH-2843 નું લઈ હીરા બજાર થી શંકરપરામાં પોતાના ઘરે જતા હતા તે દરમ્યાન રસ્તામાં નવા કપડાની બે થેલી પડી ગયેલ જેમાં છ જોડી કપડા તેમજ રોકડ રૂપિયા ૫,૦૦૦/-હોય, ત્યારબાદ તેઓએ ઘણી શોધખોળ કરવા છતાં મળેલ નહી,જેથી તેઓએ બોટાદ પોલીસની મદદ માંગતા સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ) નો સંપર્ક કરી સઘળી હકીકત જણાવતા ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. વાય.એન.ડાભી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ફરજ પરના નેત્રમના સર્વેલન્સના પોલીસ કર્મચારીઓ તથા આઉટસોર્સ એન્જીનીયરનાઓએ બોટાદ શહેરમાં VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરાનું રેકોર્ડિંગ ચેક કરતા ખસ ટી-પોઈન્ટ લોકેશન પર મો.સા. માંથી એક કપડાની થેલી પડતા દેખાઈ આવેલ અને તે થેલી કોઈ અજાણ્યો છકડાનો ચાલક લઈને જતો દેખાઈ આવેલ,જે છકડાનો રજી.નં.GJ-04-AT-1355 ITMS સોફ્ટવેરની મદદથી શોધી કાઢેલ જે છકડો ચુડેસરા આમિનભાઈ સિકંદરભાઈ નાઓનો હોય જેથી તેમનો સંપર્ક કરી અરજદારને તેમની પડી ગયેલ એક કપડાની થેલી આશરે કિંમત રૂપિયા ૬,૦૦૦/-ની પરત અપાવેલ છે.
મુદામાલઃ- મો.સા.માંથી પડી ગયેલ કપડાની થેલી આશરે કિંમત રૂપિયા ૬,૦૦૦/-પરત કરેલ કામગીરીમાં જોડાયેલ અધિકારી/

રિપોર્ટ અસરફ જાંગડ
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.