મેંગો માર્કેટમાં ઇમિટેશનની ભઠ્ઠીમાં તસ્કરો બાખોરૂ પાડી ત્રાટકયા: એક લાખના પિત્તળના દાગીનાની ચોરી - At This Time

મેંગો માર્કેટમાં ઇમિટેશનની ભઠ્ઠીમાં તસ્કરો બાખોરૂ પાડી ત્રાટકયા: એક લાખના પિત્તળના દાગીનાની ચોરી


મેંગો માર્કેટમાં ઇમિટેશનની ભઠ્ઠીમાં તસ્કરો બખોરૂ પાડી ત્રાટકેલા તસ્કરોએ એક લાખના 85 કિલો પિત્તળના દાગીના ચોરી કરી નાસી છૂટતાં બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી ગણતરીની કલાકોમાં બે આરોપીને સકાંજામાં લઈ પૂછતાછ હાથ ધરી હતી
બનાવ અંગે આડો પેડક રોડ પર ગુજરાત સોસાયટી મેઈન રોડ પર શ્યામ પાર્ક શેરી નં.1 માં રહેતાં વિનોદભાઈ પરષોતમભાઈ લિંબાસીયા (ઉ.વ.58) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગ્રીનલેન્ડ ચોકડી પાસે મેંગો માર્કેટમાં અથર્વ એન્ટરપ્રાઈ નામની ઈમીટેશન કામની ભઠ્ઠી ચલાવી વેપાર કરે છે. ગઈ તા.30/03/2024 ના તેઓ જીયાણા ગામ ખાતે ખેતીના કામે ગયેલ અને કારખાનુ તેનો પુત્ર ધર્મેશભાઈ સંભાળતા હતા અને તે કારખાનામાં ત્રણ કારીગરો કામ કરે છે. ગઈ તા.31/03 ના સવારના સમયે તેના પુત્ર ધર્મેશનો ફોન આવેલ અને વાત કરેલ કે, કારખાનામાં કામ કરતો કારીગર અમિત આઠેક વાગ્યે કારખાને ગયેલ અને તાળુ ખોલી અંદર ગયેલ તો કારખાનાના દરવાજાની બાજુની દિવાલમાં બખોરૂ પડેલ જોયેલ જેથી તેણે જાણ કરતા હું ત્યાં ગયેલ અને જોયુ તો લોખંડના સળિયા વડે કારખાનાના દરવાજાની બાજુમા બખોરૂ પાડી ચોરી થયેલ હોય તેમ સામે આવ્યું હતું.
જે બાદ ફરિયાદી કારખાને આવી જોયેલ તો કારખાનામાં ઈમીટેશનની ભઠ્ઠીમાં પિતળના દાગીના બનાવવાની ડાયમાં દાગીના પડેલ હોય જે ખાત્રી કરતા દાગીના આશરે 85 કિલો જોવામાં આવેલ નહી. જેથી કારખાનામાં કોઈ અજાણ્યાં શખ્સે કારખાનાની દિવાલ ટપી અંદરના રૂમના દરવાજાની બાજુની દિવાલમાં લોખંડના સળિયા વડે બખોરુ પાડી અંદર રહેલ પિતળના દાગીના વજન આશરે 85 કિલો રૂ.1.02 લાખનો મુદ્દામાલ ચોરી કરી નાસી છૂટ્યા હતાં.
બનાવ અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલોસે સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી બે શખ્સોને સકંજામાં લઈ પૂછતાછ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.