અમદાવાદ ખાતે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કારોબારી પ્રસંગે નડિયાદ ના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ હાજરી આપી - At This Time

અમદાવાદ ખાતે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કારોબારી પ્રસંગે નડિયાદ ના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ હાજરી આપી


અમદાવાદ ખાતે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કારોબારી પ્રસંગે નડિયાદ ના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ હાજરી આપી...

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કારોબારી પ્રસંગે નડિયાદ ના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ઉપસ્થિતિ આપી હતી...

આ બેઠકમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના મન કી બાતના 100 એપિસોડમાંથી 100 સુવિચારોને સંપાદિત કરવામાં આવ્યા છે...

તે '100 Quotes of Mann Ki Baat' બુકનું વિમોચન કરવામાં આવ્યું સાથોસાથ પાર્ટીના આગામી કાર્યક્રમો અને સંગઠનાત્મક માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું...

આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, રજનીભાઈ પટેલ, પ્રદીપસિંહ વાઘેલા સહિત હોદ્દેદારો, મંત્રી ઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં...

રિપોર્ટર

અમીત પટેલ 9157370769


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.