બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક સંપન્ન - At This Time

બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક સંપન્ન


બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક સંપન્ન

ચોમાસા પૂર્વે રોડના રિસર્ફેસિંગની કામગીરી પૂર્ણ કરવા કલેક્ટરશ્રીની તાકીદ પંચાયતના કાર્યક્ષેત્ર હેઠળ આવતા રસ્તાઓ પર સ્પીડ બ્રેકરની ઉંચાઈ નિયત નિયમ મુજબ કરવા કલેક્ટરશ્રીની સૂચના બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને આજરોજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, વન્ય પ્રાણીઓની અવરજવર હોય તેવા રસ્તાઓ પર જરૂરિયાત મુજબ સ્પીડ બ્રેકર અને સાઇન બોર્ડ મુકવામાં આવે સાથોસાથ કલેક્ટરશ્રીએ નો એન્ટ્રીમાં વાહન ચલાવવા બદલ દંડની કાર્યવાહી વધુ કડક કરવા સૂચના આપી હતી વધુમાં કલેક્ટરશ્રીએ ઉમેર્યુ હતું કે, ચોમાસા પૂર્વે રસ્તાઓના રિસર્ફેસીંગની કામગીરી પૂર્ણ કરવી, પાણી ભરાતા હોય તેવા તલાવડી જેવા સ્થળોને ફેન્સિંગ વડે કવર કરવામાં આવે. કલેક્ટરશ્રીએ પંચાયતના કાર્યક્ષેત્ર હેઠળ આવતા રસ્તાઓ પર સ્પીડ બ્રેકરની ઉંચાઈ નિયત નિયમ મુજબ કરવા આદેશ કર્યો હતો. બેઠકમાં રોડ એન્જીનીયરીંગ સંબંધિત મુદ્દાઓ, રોડસેફ્ટી અવેરનેસ પ્રોગ્રામ સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ચાવડાએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા એક્શન ટેકન રિપોર્ટ, અકસ્માતો થતાં હોય તે સ્થળોની તપાસ કરી યોગ્ય પગલાં લેવા સહિતના અનેક મુદ્દાઓની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી. ઉક્ત બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કિશોરભાઈ બળોલિયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી મુકેશભાઈ પરમાર, ડીવાયએસપીશ્રી મહર્ષિ રાવલ, બોટાદ પ્રાંત અધિકારીશ્રી દિપકભાઈ સતાણી, બરવાળા પ્રાંત અધિકારીશ્રી પરેશ પ્રજાપતિ સહિત સંબધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.