મલેકપુરમાં ડી.જે ના તાલે ગણેશજીનુ વિસર્જન - At This Time

મલેકપુરમાં ડી.જે ના તાલે ગણેશજીનુ વિસર્જન


મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર પંથકમાં આજે ડી.જેના તાલે ગણેશજીનુ વિસર્જનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.આમ આજે ગણપતિ વિસર્જનમાં ભારે ભકતોની ભીડ જોવા મલી હતી.જયારે ગણેશ ચતુર્થીના દિવસે લોકો પોતાના ઘરોમાં ગણેશજીની પ્રતિમાનું વિધિ વિધાનથી સ્થાપન કરે છે. પછી તેને પૂરા આદર સત્કાર સાથે એક, ત્રણ, પાંચ કે દસ દિવસ સુધી પોતાના ઘરમાં રાખે છે અને ત્યારબાદ ગણેશજીનુ વિસર્જન કરવામાં આવે છે.આમ આજરોજ મલેકપુર ગામે એકબાજુ પુરજોષમાં મેઘરાજાનુ આગમન જોવા મલ્યુ હતુ.જયારે બીજુ બાજુ ગણપતિ બાપાની વિસર્જનમાં ભક્તો ભારે ભીડ સાથે અને ડીજેના તાલ સાથે બાપાનુ વિસર્જન કરવામાં આવ્યુ હતુ.આમ પુરજોષ વરસાદ હોવા છતાં પણ ભક્તોની ભગવાન પ્રત્યેની ભારે આસ્થા જોવા મલી હતી.વરસાદી માહોલમાં પણ ભકતો રાસ ગરબા અને ડી.જે.તાલ સાથૈ નાસ્તા જતા અને ગણપતિ બાપા મોર્યો અને ઘી મા લાડુ ચોરીયા તેવા ભક્તિભાવના નારાઓ સાથે ભકતો દ્વારા ગણપતિજીનુ વિસર્જન કરવામાં આવ્યુ હતુ.

આમ દર વર્ષની જેમ આ વર્ષ પણ મલેકપુર યુવક મંડળના યુવાનો દ્વારા પણ ગણપતિની મુર્તિની વિધિવત રીતે ગણેશજીની સ્થાપના પણ કરવામાં આવી હતી.અને સાત દિવસ સુધી આરતી પુજા તેમજ દુધાળા દેવ ગણપતિજી આરધાના કરવામાં આવી હતી.આમ સમગ્ર માહોલ ગણપતિ બાપા મોરયોના ગુજના સાથે ગુજી ઉઠયો હતો.અને આજરોજ ડિ.જેના તાલના સાથે તેમજ અબિલ ગુલાલ ના છંટકાવ સાથે મલેકપુર ગામે વરઘોડો કાઠી અને ગરબાની રમઝટ સાથે મલેકપુર નજીક આવેલ મહીનદી કીનારે ગણપતિ બાપાનુ વિસર્જન કરવામાં આવ્યુ હતુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.