અમદાવાદના પોલીસ મુખ્ય મથકે શરદ પુનમ ની રાત્રે પોલીસ પરિવારના ખેલૈયાઓ માટે ખાસ ગરબા નું આયોજન. - At This Time

અમદાવાદના પોલીસ મુખ્ય મથકે શરદ પુનમ ની રાત્રે પોલીસ પરિવારના ખેલૈયાઓ માટે ખાસ ગરબા નું આયોજન.


તારીખ ૯ ઓક્ટોબર ના રોજ અમદાવાદ શહેરના મા. પોલીસ કમિશ્નર શ્રી ની મંજુરી સાથે અમદાવાદના પોલીસ મુખ્ય મથક ખાતે શરદ પુનમની રાત્રે પોલીસ વિભાગના કર્મચારીઓ અને તેમના પરિવાર માટે ખાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું,

ખાખી ગરબા નું આયોજન અર્ચના ગુપ્તા અને ગ્રીષ્મા ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું અને ગરબામાં રંગ અને રમઝટ જમાવવા ખાસ બ્રીજદાન ગઢવી અને ( રેડિયો જોકી ) R J દેવકી ને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા,

આ શરદ પુર્ણિમા ના ગરબા આયોજન બાબતે ઝોન ૬ ના ડી.સી.પી અશોક મુનીયા દ્વારા પત્રકાર ગણને સંબોધન કરી આ ગરબા આયોજન વિશે વધુ માહિતી આપી હતી,

અમદાવાદ પોલીસ મુખ્ય મથક ખાતે શરદ પૂર્ણિમા ના ગરબામાં એન્ટ્રી પાસ સાથે પ્રવેશ વ્યવસ્થા, ગુજરાત પોલીસ ના જુદા જુદા વિભાગમાં કાર્યરત પોલીસ અધિકારી શ્રી ઓ અને અતિથિ વિશેષ માટે ખાસ બેઠક વ્યવસ્થા અને પોલીસ પરિવાર ના વડીલો અને બાળકો માટે બેઠક વ્યવસ્થાનું પણ યોગ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું ,

અધિકારીઓ અને મહેમાનો સહિત પોલીસ પરિવાર ના સભ્યો અને ખેલૈયાઓ એ સાથે મળી માતાજી ની આરતી બાદ ગરબા ની મઝા માણી ગરબામાં રમઝટ જમાવી ગરબા ને યાદગાર બનાવ્યા હતાં, ખાખી ગરબા ના કાર્યક્રમ ને સૌ કોઈ પોલીસ કર્મચારીઓ એ અને તેમના પરિવાર જનો એ વધાવ્યો,આવકાર્યો અને માણ્યો હતો અને તમામ પોલીસ કર્મચારીઓએ મા.પોલીસ કમિશ્નર શ્રી ઓ નો આ ગરબાની મંજુરી આપવા બાબતે આભાર વ્યક્ત કર્યો હતો,

આ શરદ પુનમના ગરબા ના આયોજનમાં પોલીસ પરિવાર ની લાગણીઓ ને માન આપી અમદાવાદ શહેર ના મા.પોલીસ કમિશ્નર શ્રી સંજય શ્રીવાત્સવ પોતે હાજર રહી સૌ કોઈ નો ઉત્સાહમાં વધારો કર્યો હતો.

Report by :- Keyur Thakkar

Ahmedabad.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.