પત્રકાર એકતા પરિષદ દ્વારા રજૂ કરવામાં આવેલા 14 મુદ્દાઓ પૈકી મોટાભાગના મુદ્દાઓ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં સમાવવાની ખાતરી આપતાં દિપક બાબરિયા - At This Time

પત્રકાર એકતા પરિષદ દ્વારા રજૂ કરવામાં આવેલા 14 મુદ્દાઓ પૈકી મોટાભાગના મુદ્દાઓ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં સમાવવાની ખાતરી આપતાં દિપક બાબરિયા


.......પત્રકાર એકતા પરિષદ દ્વારા રજૂ કરવામાં આવેલા 14 મુદ્દાઓ પૈકી મોટાભાગના મુદ્દાઓ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં સમાવવાની ખાતરી આપતાં દિપક બાબરિયા

પત્રકારોના હિત માટેના 14 મુદ્દાઓ બાબતે પત્રકાર એકતા પરિષદ (ગુજરાત) દ્વારા આજરોજ અમદાવાદ સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ મેનિફેસ્ટો કમિટિના ચેરમેનશ્રી દિપક બાબરિયાને રજૂઆત કરવામાં આવી હતી. એક પછી એક તમામ મુદ્દાઓની વિસ્તૃત રીતે છણાવટ કરી હતી.

પત્રકાર એકતા પરિષદના ઉપાધ્યક્ષ શ્રી જગદીશસિંહ પરમારે સંસ્થાની કાર્યપદ્ધતિથી તેઓને અવગત કરાવ્યા હતાં. નાના અને મધ્યમ વર્ગના અખબારો અને પત્રકારોના હિતસંબંધી કામગીરી સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે તે બાબતની શ્રી દિપક બાબરિયાજીએ ખૂબ ભરપેટ પ્રશંસા કરીને સરાહના કરી હતી. પત્રકારોના હિતસંબંધી મોટાભાગના મુદ્દાઓને કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કરવાની ખાતરી આપી હતી

આ પ્રસંગે પત્રકાર એકતા પરિષદના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જગદીશસિંહ પરમાર, પ્રદેશ સંગઠન મંત્રી પ્રહલાદભાઈ ચૌહાણ, પ્રદેશ સહમંત્રી કમલેશભાઈ પટેલ, ઝોન-9ના પ્રભારી ભરતસિંહ રાઠોડ, અમદાવાદ જિલ્લા પ્રમુખ શ્રી હસમુખભાઇ પટેલ, ઉપપ્રમુખ વિષ્ણુભાઈ પ્રજાપતિ, મહામંત્રી ચિરાગભાઈ શાહ, મંત્રી અંકિતભાઈ મકવાણા, સહમંત્રી ભૂમિતભાઈ પંચાલ, નરોડા ઝોન પ્રભારી રીન્કુભાઈ સોની, સહપ્રભારી અશોકભાઈ સોની દાહોદ જિલ્લા ઉપપ્રમુખ યોગેશભાઈ ચૌહાણ, પંચમહાલ જિલ્લા ઉપપ્રમુખ બી. એન. શાહ વગેરે પત્રકારમિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં...... રિપોર્ટ બાય પંકજ વગડા ચુડા
.. 9974629423


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon