મેટોડામાં ગેસ સિલિન્ડર લિકેજ થતા ભીષણ આગ: પાંચ દાઝયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/lacfatvm8awwpmkx/" left="-10"]

મેટોડામાં ગેસ સિલિન્ડર લિકેજ થતા ભીષણ આગ: પાંચ દાઝયા


શહેરની ભાગોળે આવેલા મેટોડા ઇન્ડસ્ટ્રીય ઝોનમાં ડાયમંડ પાર્ક સોસાયટી 40 ઓરડી વિસ્તારમાં ગેસ સિલિન્ડર લિકેજ થવાના કારણે લાગેલી ભીષણ આગમાં એક સાથે પાંચ શ્રમજીવીઓ ગંભીર રીતે દાઝતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ફાયર બ્રિગેડ સ્ટાફ ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે પહોચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
આ અંગેની સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ મેટોડાની ડાયમંડ પાર્ક સોસાયટીમાં 40 ઓરડીમાં ગેસ લિકેજના કારણે લાગેલી આગમાં મુળ ઉત્તર પ્રદેશના વતની કમલેશ રાજુભાઇ સખવાર (ઉ.વ.20), રાહુલ વિજયબહાદુર સખવાર (ઉ.વ.18), રોહિત હરીશંકર સખવાર (ઉ.વ.20), મયંક રામલખન સખવાર (ઉ.વ.22) અને મંગલીપ્રસાદ શ્યામલાલ સખવાર (ઉ.વ.40) ગંભીર રીતે દાઝતા પાંચેયને સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દખલ કરાયા છે.
મુળ ઉત્તર પ્રદેશના વતની અને પંદર દિવસ પહેલાં મેટાડોમાં ગેઇટ નંબર 1 પાસે મેપ પાવર કંપનીમાં મજુરી કામે આવ્યા હતા અને ડાયમંડ પાર્ક પાસે આવેલી 40 ઓરડીમાં ભાડે રાખી રહેતા હતા. ગતરાતે શ્રમજીવીઓએ રસોઇ બનાવ્યા બાદ ગેસના ચુલો ચાલુ રહી ગયો હતો. જેના કારણે આખી ઓરડીમાં એલપીજી ગેસ પસરી ગયો હતો અને વહેલી સવારે મયંક સખવારે ઉઠતાની સાથે જ બીડી સળગાવતા આગ ભભુકી ઉઠી હતી. મયંક સખવાર સિવાયના અન્ય શ્રમજીવીઓ સુતા હતા. આગની લપેટમાં એક સાથે પાંચેય શ્રમજીવીઓ આવી જતાં ઓરડીની બહાર નીકળી બચાવવા માટે બુમાબુમ કરી હતી.
આજુ બાજુના રહીશોએ પાંચેયને 108ની મદદથી સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા અને ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોચી આગ બુઝાવે તે પહેલાં શ્રમજીવીઓની ઘર વખરીનો માલ સામાન સળગીને રાખ થઇ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોચી એફએસએલની મદદ લઇ તપાસ હાથધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]