ભગવતીપરામાં નશામાં માથાકૂટ કરતાં યુવકને સગાભાઈએ છરી ઝીંકી - At This Time

ભગવતીપરામાં નશામાં માથાકૂટ કરતાં યુવકને સગાભાઈએ છરી ઝીંકી


ભગવતીપરામાં ઝમઝમ બેકરીથી આગળ રામપીર મંદિર પાસે રહેતાં અકરમ ઈશમાઇલભાઈ સરવદી (ઉ.વ.28) ગતરોજ દારૂના નશામાં હતો ત્યારે પોતાના ઘરે પરિવાર સાથે માંથાકૂટ કરતો હોય જેને તેના મોટાભાઈ અઝાઝે સમજાવાનો પ્રયત્ન કરતાં હતાં ત્યારે તેમના હાથમાં રહેલ છરીનો ઘા હાથમાં લાગી જતાં ઇજાગ્રસ્ત થયો હતો. જેમને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બી. ડિવિઝન પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કરીવાહી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon