દહીંથરા-હાવતડ પ્રા .શાળા ઓમાં સરકારશ્રીના ટવીનીંગ પ્રોગ્રામ અંતર્ગત કાર્યક્રમ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/l7v7kiwutm66p1jh/" left="-10"]

દહીંથરા-હાવતડ પ્રા .શાળા ઓમાં સરકારશ્રીના ટવીનીંગ પ્રોગ્રામ અંતર્ગત કાર્યક્રમ


દહીંથરા-હાવતડ પ્રા .શાળા ઓમાં સરકારશ્રીના ટવીનીંગ પ્રોગ્રામ અંતર્ગત કાર્યક્રમ

દામનગર ના દહીંથરા - હાવતડ ખાતે સરકારશ્રીના ટવીનીંગ પ્રોગ્રામ અંતર્ગત શાળા ટવીનીંગ પ્રોગ્રામમાં શ્રી દહીંથરા પ્રાથમિક શાળા અને શ્રી હાવતડ પ્રાથમિક શાળાનો ટવીનીંગ પ્રોગ્રામનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં આજરોજ તારીખ 20/3/24ને બુધવારના શ્રી દહીંથરા પ્રાથમિક શાળાની મુલાકાત શ્રી હાવતડ પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8 ના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ લીધી હતી. જેમા દહીથરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સુંદર પ્રાર્થના કાર્યક્રમ રજૂ કર્યો હતો અને સાંસ્કૃતિક કાર્યક્રમ ગોઠવ્યો હતો. ત્યારબાદ બન્ને શાળાના શિક્ષકો અને વિધાર્થીઓએ સાથે નાસ્તાની મોજ માણી અને ત્યારબાદ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ દરેક વર્ગખંડની મુલાકાત લીધી અને શિક્ષણકાર્ય થી વાકેફ થયા અને એકબીજાના વિચારોનું આદાનપ્રદાન કર્યું તેમજ વિધાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા અને ગૃપ ફોટો પાડી મધુર સંસ્મરણો સાથે હાવતડ પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને વિદાય આપી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]