વિશ્વ ચકલી દિવસ', નિમીતે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટની જીવદયા પ્રવૃતિઓને શુભેચ્છા પાઠવતા રાજ્ય સભા સાંસદો પુરુષોતમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/7gu19t3asvsdryuh/" left="-10"]

વિશ્વ ચકલી દિવસ’, નિમીતે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટની જીવદયા પ્રવૃતિઓને શુભેચ્છા પાઠવતા રાજ્ય સભા સાંસદો પુરુષોતમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા


વિશ્વ ચકલી દિવસ', નિમીતે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટની જીવદયા પ્રવૃતિઓને શુભેચ્છા પાઠવતા રાજ્ય સભા સાંસદો પુરુષોતમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા

રાજકોટ 'વિશ્વ ચકલી દિવસ' નીમિતે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇન તથા અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા જે 'ચકલી બચાવો અભિયાન' ચાલી રહયું છે તે અભિયાનને ભારતના જાહેર જીવનના મહાનુભાવો પુરુષોતમભાઈ રૂપાલા તથા રામભાઈ મોકરીયા તથા જાહેર જીવનના અગ્રણીઓ, મહાનુભાવોએ કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટના મિતલ ખેતાણી તથા તેમની સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇન દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપના સથવારે, પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબના આશીર્વાદથી પક્ષીઓનાં માળા—પીવાનાં પાણીની કુંડી, 'રામપાતર' અને ગાયોની પાણી પીવાની કુંડી બારે મહિના નિઃશુલ્ક વિતરણ થઈ રહ્યું છે.માનવ જાત સાથે ચકલીઓ સદીઓથી જોડાયેલ છે. આપણે ચકલી શબ્દથી પરિચીત છીએ. અગાઉ ઘરમાં આવનાર જોવા મળતું પક્ષી હતું. પરંતુ આજે ભાગ્યે જ જોવા મળતું પક્ષી છે. અનેક બાળકોએ જોયેલ પણ નહી હોય અને માત્ર 'હાઉસ સ્પેરો' શબ્દની જાણકારી ધરાવતા હોય છે. સાંજના સમયે રાતવાસો કરતા પહેલાં દુરથી સાંભળી શકાતી ખાસ પ્રકારની ચિચિયારી કરી વાતાવરણ ગજવી મુકતી ચકલીમાં નર અને માદા દેખાવમાં અલગ પડે છે.ચકલાની વસ્તી વધારવા માટે માળો ગોઠવવા સાથે ચકલાને ખોરાક, પાણી અને સલામતી મળી રહે તે પણ જરૂરી છે. આવો સાથે મળી ચકલાની જરૂરીયાત સંતોષી ચકલાની વસ્તી વધારવાના પ્રયત્નોમાં સહભાગી થઇએ.બારે મહિના ચકલીના માળા, પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ (૧) એનીમલ હેલ્પલાઈન, મિતલ ખેતાણી, 'જનપથ', તપોવન સોસાયટી–૨ નો ખૂણો, સરાઝા બેકરીની બાજુમાં, અક્ષર માર્ગ, રાજકોટ. (૨) 'સત્યમ' ૩–ટાગોરનગર, સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે થી થઈ રહયું છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]